Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે ભભૂકતા રોષ વચ્ચે અંતે રાત્રે અમદાવાદ-સુરતના ઉમેદવાર જાહેર કર્યા:અસંતુષ્ટો નવાજૂની કરવાના મૂડમાં, રાજકોટ ભાજપમાં ભડકો, ક્રાઈમ બ્રાન્ચ ઉતારવી પડી

    1 day ago

    ભાજપે 10 એપ્રિલે દિવસભર થોડી થોડીવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મનપા અને નપાના ઉમેદવારો જાહેર કર્યા હતા. જો કે સુરત અને અમદાવાદનો વારો છેલ્લે આવ્યો હતો. 10 વાગ્યા પછી સુરતની યાદી આવી હતી. જ્યારે બળવાના ડરે અટકેલી અમદાવાદની યાદી 11 વાગ્યે જાહેર કરી હતી. આ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી કરી ઉમેદવારોને ફોન કર્યા હતા. સાંજ સુધીમાં સુધીમાં 42 ઉમેદવારને ફોન ગયો હતો, જ્યાં ફોન કર્યા છે તે વોર્ડમાંથી પણ રાજીનામાં પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ચાંદખેડા વોર્ડના ઉમેદવાર તો ખાનપુર અને ધારાસભ્યની ઓફિસે ઉગ્ર રજૂઆત કરવા પણ પહોંચી ગયા હતા. આ બધી વાતો વચ્ચે એક વાત તો સ્પષ્ટ થઈ હતી કે ‘ભાજપને લેબોરેટરી સ્ટેટમાં ફોર્મ્યુલા મળી નહોતી’ અમદાવાદ બાદ યાદી જાહેર થતાં જ રાજકોટમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો, જેમાં ક્રાઈમ બ્રાન્ચને ઉતારવી પડી હતી. ટિકિટ ના મળતા પૂર્વ કોર્પોરેટર નિતિન રામાણી 200 કાર્યકર્તાઓ સાથે રાજકોટ શહેર ભાજપ ઓફિસ ખાતે પહોંચ્યા છે. ભાજપ-કોંગ્રેસની સંપૂર્ણ યાદી જોવા અહીં ક્લિક કરો સીએમ નિવાસ સ્થાને મોડીરાત સુધી મેરેથોન બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપની ચૂંટણી સમિતિની બેઠક આજે ફરીથી ગરમાઈ છે, કારણ કે સૌરાષ્ટ્ર સહિત બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામ પર હજુ સુધી એકમત થઈ શકાયું નથી. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં ઉમેદવાર પસંદગીમાં વિલંબને કારણે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. બીજી તરફ, પોતાના ઉમેદવારો માટે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ દ્વારા જોરદાર લોબિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે દબાણ પણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં આજે બેઠક મોડીરાત સુધી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મોડી રાત સુધીમાં બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના છે. અમદાવાદમાં ભાજપને ભીંસ પડી અમદાવાદમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપને ભીંસ પડી ગઈ હતી. અમદાવાદના કેટલાક વોર્ડમાં ઉમેદવારોની જાહેરાતને લઈ આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. આક્રોશિત કાર્યકર્તાઓ ખાનપુર શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા આવે તેવી શક્યતાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદના ચાંદખેડા વોર્ડના અનુસૂચિત જાતિના પ્રમુખ સહિત તમામ ઉમેદવારોએ રાજીનામું આપ્યું હતું. ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ કોર્પોરેટર જયંતીલાલ જાદવના પુત્ર યશ જાદવને ઉમેદવાર જાહેર કરવામાં આવતા સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. તો ભાજપના ચાંદખેડા વોર્ડના પૂર્વ મહામંત્રી વિનોદ વ્યાસને ટિકિટ ન મળતા ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઓફિસે પ્રમુખ કેતન દેસાઈ અને પ્રભારીને ઉગ્ર રજૂઆત કરી હતી. સાવલી ભાજપના મહિલા મોરચાના મહામંત્રી વૈશાલી પુરોહિતને ટિકિટ ન મળતા તેમણે રાજીનામું આપી દીધું છે, આ દરમિયાન તેઓ રડી પડ્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર બળવો જોવા મળી રહ્યો છે. પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર છવાયેલા રહેતા અંકિતા પરમારની પસંદગી કરવામાં આવી છે. જેના કારણે આ બેઠક ઉપરથી એક શિક્ષિત મહિલા નયના પરમારની ટિકિટ કપાતા તેઓએ હવે બળવો પોકાર્યો છે અને સોશિયલ મીડિયા ઉપર તેઓના પતિએ જાહેરાત કરી દીધી છે કે આગામી 11 એપ્રિલે તેઓ અપક્ષ તરીકે ફોર્મ ભરશે. સુરત AAPમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નં.12માં ગઇકાલે બપોરે ટિકિટ ફાળવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ઉમેદવાર પ્રીતિ સદાદિયા સહિત 500 સક્રિય કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. સાથે જ ડો. નીતા બલદાણીયા પણ આપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. સુરત મનપા ચૂંટણીના પ્રબળ દાવેદાર ધાર્મિક માલવિયાને ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી આપવાની હોવાથી હાલમાં મનપામાં ઉમેદવાર બનાવશે નહીં. કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે. ટિકિટને લઈને કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર નેતાઓ બેઠકો કરી રહ્યા છે. વિવાદિત બેઠક પર હજુ પણ ઉમેદવારના નામની પંસદગી કરવામાં આવી નથી. વિવાદિત બેઠક પર આજે પણ ઉમેદવારને ટેલિફોનીક જાણ નહીં કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    आम असली है या नकली कैसे करें पहचान? केमिकल से पका आम खाने से हो सकते हैं ये नुकसान
    Next Article
    હિંમતનગર નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર:કુલ 11 વોર્ડમાં 43 ઉમેદવારને મેદાને ઉતાર્યાં, જુઓ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment