Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નગરપાલિકા માટે કોંગ્રેસનું સોફ્ટ હિન્દુત્વ:લઘુમતી વિસ્તારોમાં એક પણ ઉમેદવાર નહીં ઉતારે, હિન્દુ બહુમતી ધરાવતી બેઠકો પર કેન્દ્રિત કર્યું

    8 hours ago

    ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે એક અત્યંત આશ્ચર્યજનક અને વ્યૂહાત્મક નિર્ણય લઈને રાજકીય સમીક્ષકોને ચોંકાવી દીધા છે. દાયકાઓ જૂની પરંપરા તોડીને કોંગ્રેસે આ વખતે લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં 'નો ટિકિટ' પોલિસી અપનાવી છે. સોફ્ટ હિન્દુત્વ અપનાવીને પક્ષે પોતાની પરંપરાગત વોટબેંક ગણાતા વોર્ડમાં ઉમેદવારો ઊભા ન રાખીને પોતાનું સંપૂર્ણ ધ્યાન હિન્દુ બહુમતી ધરાવતી બેઠકો પર કેન્દ્રિત કર્યું છે. 4 વોર્ડની 16 બેઠકો ખાલી છોડી ગોધરા નગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર બનેલી આ ઘટનામાં કોંગ્રેસે માઈનોરીટી વસ્તી ધરાવતા વોર્ડ નંબર 6, 7, 8 અને 9 માં એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નથી. આ 4 વોર્ડની કુલ 16 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે નહીં. સામાન્ય રીતે આ વિસ્તારો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ આ વખતે પક્ષે અહીંથી દૂરી બનાવી છે. 7 વોર્ડની 28 બેઠકો પર જ ધ્યાન નવી વ્યૂહરચના મુજબ, કોંગ્રેસ હવે માત્ર હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જ પોતાની તાકાત લગાવશે. પક્ષ દ્વારા વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 10 અને 11 મળીને કુલ 7 વોર્ડની 28 બેઠકો પર પોતાના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. રણનીતિ પાછળના સંભવિત કારણો કોંગ્રેસના આ 'નો ટિકિટ' પ્લાન પાછળ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે: વોટનું વિભાજન અટકાવવું: લઘુમતી વિસ્તારોમાં અપક્ષ કે અન્ય પક્ષો સામે ટકરાવાને બદલે સીધું મેદાન છોડીને અન્ય સમીકરણો સાધવાનો પ્રયાસ. સોફ્ટ હિન્દુત્વ: પક્ષ પોતાની છબી બદલીને હિન્દુ મતદારોમાં વિશ્વાસ કેળવવા માંગતો હોય તેવું જણાય છે. વ્યૂહાત્મક પીછેહઠ: વિરોધ પક્ષના મતોનું ધ્રુવીકરણ રોકવા માટે આ એક મોટો રાજકીય દાવ હોઈ શકે છે. ચૂંટણી ગણિત આ નિર્ણયથી ગોધરાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શું કોંગ્રેસનો આ પ્રયોગ સફળ રહેશે કે પછી લઘુમતી મતદારોની નારાજગી પક્ષને નુકસાન પહોંચાડશે, તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે.
    Click here to Read More
    Previous Article
    ગોપીપુરા MD ડ્રગ્સ કેસમાં ફરાર 'માફિયા' અને 'બેન્ડો' દબોચાયા:નાનપુરાનો ઉવેશ માફીયા અને શાહપોરનો સલમાન બેન્ડો પર પોલીસ હુમલાથી લઈને પ્રોહિબિશન સુધીનો કાળો ઈતિહાસ
    Next Article
    RR vs RCB LIVE Score, IPL 2026: Jofra Archer Stuns Phil Salt On First Ball As RCB Go 1 Down vs RR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment