Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારા દેશમાં વિદેશીઓને હોસ્પિટલમાં મફત સારવાર મળવી મુશ્કેલ':સુરતની સરકારી હોસ્પિટલે જર્મન ટ્રાવેલરને ચોંકાવી દીધો, સો. મીડિયા પર અનુભવ શેર કર્યો અનુભવ

    19 hours ago

    ભારતીય આરોગ્ય સેવાઓ અને મહેમાનગતિના કિસ્સાઓ વારંવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતા હોય છે. હાલમાં જ એક વિદેશી પ્રવાસીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે સુરતના સરકારી હોસ્પિટલના અનુભવ વિશે વાત કરી છે. રખડતા કૂતરાએ બચકું ભર્યા બાદ જ્યારે તે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ત્યાંની સુવિધા અને મફત સારવાર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. શું હતી સમગ્ર ઘટના? જર્મનીના ટ્રાવેલર ડેવિડ નેવેલને ગત રાત્રે વેસુ વિસ્તારમાં એક રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું. હડકવા જેવી ગંભીર બીમારીથી બચવા માટે સાવચેતીના ભાગરૂપે તેણે તાત્કાલિક રસી લેવી અનિવાર્ય હતી. આ માટે તેણે સુરતની વેસુ વિસ્તારમાં જ આવેલી એક સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડેવિડ નેબેલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે, સુરતના વેસુ વિસ્તારમાં તેમને એક રખડતા શ્વાને બચકું ભર્યું હતું. હડકવા જેવી ગંભીર બીમારીથી બચવા માટે તેઓ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમને અપેક્ષા હતી કે, વિદેશી હોવાને કારણે કદાચ પ્રક્રિયા જટિલ હશે અથવા મોટો ખર્ચ થશે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ હતી. ડેવિડને હોસ્પિટલમાં એક પણ રૂપિયો ચૂકવવો પડ્યો નહીં. તેમને જરૂરી તમામ ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર મફતમાં આપવામાં આવી. તેમણે હોસ્પિટલની સેવાની ઝડપ અને ત્યાંની સ્વચ્છતાના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું, હું ખરેખર આશ્ચર્યચકિત હતો કે આટલી જલ્દી અને સ્વચ્છતા સાથે મને સારવાર મળી. ડેવિડે પોતાના દેશ જર્મની સાથે સરખામણી કરતા કહ્યું કે, "જો મારા દેશમાં કોઈ વિદેશીને આવી રીતે ઈજા થાય, તો ત્યાં તેને મફતમાં સારવાર મળવી લગભગ અશક્ય છે. ભારતની આ વ્યવસ્થા ખરેખર પ્રભાવશાળી છે. મફત સારવાર અને ઝડપી સર્વિસ પ્રવાસીએ વીડિયોમાં તેનું રસીકરણ કાર્ડ પણ બતાવ્યું છે. તેણે જણાવ્યું કે, તેને હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર મફત આપવામાં આવી હતી. તેણે કુલ 4 ઈન્જેક્શન લેવાના છે, જેનો શિડ્યુલ ડૉક્ટરોએ તેને સમજાવ્યો હતો. તે હોસ્પિટલની સ્વચ્છતા અને ત્યાંની ઝડપી સેવા જોઈને ઘણો પ્રભાવિત થયો હતો. વિદેશી પ્રવાસીએ જણાવ્યું હતું કે, હું ખરેખર નવાઈ પામ્યો છું કે અહીં મને મફતમાં સારવાર મળી. મારા દેશમાં વિદેશીઓને હોસ્પિટલમાં આ રીતે મફત સારવાર મળવી ખૂબ મુશ્કેલ છે. આ ખરેખર પ્રશંસનીય છે. ભારતીય હેલ્થકેર સિસ્ટમની પ્રશંસા વીડિયોમાં તે પ્રવાસી વારંવાર 'Dope' અને 'Impressive' જેવા શબ્દોનો ઉપયોગ કરીને ભારતની સરકારી સુવિધાઓના વખાણ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે 'અતિથિ દેવો ભવ:'ની ભાવના ભારતની આરોગ્ય સેવાઓમાં પણ જોવા મળે છે. આ ઘટના દર્શાવે છે કે, ભારતની જાહેર આરોગ્ય પ્રણાલી માત્ર નાગરિકો માટે જ નહીં પરંતુ, મુશ્કેલીમાં મુકાયેલા પ્રવાસીઓ માટે પણ સમાન રીતે કાર્યરત છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3.3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. નેટીઝન્સે આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, "જો તમે અમેરિકામાં હોત, તો તમારી પાંચ વર્ષની બચત આ સારવારમાં ખર્ચાઈ ગઈ હોત." અન્ય એક ભારતીય પ્રવાસીએ લખ્યું કે, "જર્મનીમાં સર્જરી માટે લાંબો વેટિંગ પિરિયડ હોવાથી હું પોતે ઓપરેશન કરાવવા ભારત પાછો આવ્યો હતો." ઘણા લોકોએ ડેવિડને સલાહ આપી હતી કે, તેઓ હડકવાના તમામ ડોઝ પૂરા કરે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.
    Click here to Read More
    Previous Article
    આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી:ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારો જાહેર કર્યા, વોર્ડ-2 અને વોર્ડ-4માં 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી
    Next Article
    Dhurandhar 2 Worldwide Box Office Collection Day 22 LIVE Updates: Ranveer Singh film becomes first Hindi movie to cross Rs 1,000 crore net

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment