Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા, આણંદ અને ગાંધીધામ મનપાની ભાજપની યાદી જાહેર:ભાજપમાં સામેલ થયાના બીજા જ દિવસે રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટિકિટ

    1 day ago

    પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલે (11 એપ્રિલે) ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતા ભાજપ-કોંગ્રેસના મોટી સંખ્યામાં ઉમેદવારો જાહેર થવાના બાકી છે. જો કે, કેટલીક મહાનગરપાલિકાઓમાં યાદી જાહેર થવાથી વિરોધનો ડર હોય ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે. આ સિવાય ભાજપ દ્વારા સાંજ 5 વાગ્યા સુધીમાં 13 જિલ્લાની પાલિકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર, વાપી, નડિયાદ અને વડોદરા મહાનગરપાલિકાની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંયાયત ભાજપની યાદી મહીસાગર જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારની યાદી વડોદરા મનપામાં ગત ટર્મના પાંચેય પદાધિકારીઓની ટિકિટ કપાઈ વડોદરા મહાનગરપાલિકાની 76 ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે ત્યારે આ યાદીમાં ગત ટર્મના 15 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના દિગ્ગજો અવારનવાર વિવાદમાં રહ્યા હતા જેના કારણે તેઓની ટિકિટ કપાય હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના ગત ટર્મના પાંચેય પદાધિકારીઓની ટિકિટ કપાઈ છે. 2021માં ચૂંટણી જીતેલા 69માંથી માત્ર 15 ઉમેદવારોને જ પુનઃ મોકો આપવામાં આવ્યો છે. ખાસ કરીને એવી માહિતી મળી છે કે વોર્ડ 16ના મહિલા ઉમેદવાર જાગૃતિ ધવલભાઈ પટેલ મકવાણા હોવા છતાં પટેલ સરનેમ સાથે સામાન્ય બેઠક ઉપર ટિકિટ મેળવી હોવાની ચર્ચા છે. જો કે હજુ આવા અનેક વિવાદો સામે આવી શકે છે. હાલ તો જેઓના નામ આવ્યા છે તેઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે તો જેઓની ટિકિટ કપાઈ છે તેઓમાં ગમ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં બળવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં ભાજપે રિપિટ કરેલા ઉમેદવાર ભાજપના પાલિકા પંચાયતના ઉમેદવારોની જિલ્લા વાઈઝ સંપૂર્ણ યાદી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો રાજકોટ જિલ્લાની યાદી વડોદરા જિલ્લાની યાદી ગાંધીનગર જિલ્લાની યાદી પાટણ જિલ્લાની યાદી પંચમહાલ જિલ્લાની યાદી નર્મદા જિલ્લાની યાદી ખેડા જિલ્લાની યાદી દાહોદ જિલ્લાની યાદી સુરેન્દ્રનગર જિલ્લાની યાદી અરવલ્લી જિલ્લાની યાદી વાવ-થરાદ જિલ્લાની યાદી છોટા ઉદેપુર જિલ્લાની યાદી વલસાડ જિલ્લાની યાદી તાપી જિલ્લાની યાદી પાલિકા-પંચાયતની દિવસભરની પળેપળની LIVE અપડેટ જોવા માટે આ લિંંક પર ક્લિક કરો ગાંધીધામ મહાનગરપાલિકાની ભાજપની યાદી વાપી મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર વાપી મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને લઈને ભાજપે મોટો રાજકીય દાવ રમ્યો છે.13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ‘નો-રિપીટ’ ફોર્મ્યુલા અપનાવતા ભાજપે નગરપાલિકા સમયના આશરે 80 ટકા નવા ચહેરાઓને તક આપી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી છે. દિગ્ગજોને ઝટકો: કાશ્મીરા શાહની ટિકિટ કપાઈ આ યાદીમાં સૌથી મોટો ચોંકાવનારો નિર્ણય પૂર્વ પ્રમુખ કાશ્મીરા શાહની ટિકિટ કપાવાનો રહ્યો છે. નોંધનીય છે કે, વાપીને નગરપાલિકાથી મહાનગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મુકનાર તેઓ જ હતા. તેમ છતાં, પાર્ટીએ આ વખતે તેમને તક ન આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. વોર્ડ-5 બન્યો હોટસ્પોટ: ‘કાકા-ભત્રીજા’ની જોડી વોર્ડ નંબર 5 આ વખતે ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે. અહીં ભાજપે સતીષ પટેલ અને સની પટેલ એમ કાકા-ભત્રીજાની જોડીને એકસાથે ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારી છે, જે સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. ‘નો-રિપીટ’ પાછળના કારણો પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ ‘નો રિપિટેશન’, ત્રણ ટર્મ સહિતના માપદંડો અને સ્થાનિક અસંતોષને ધ્યાનમાં રાખીને આ વખતે મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે આશરે 80 ટકા દાવેદારોના નામો કપાયા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા. જેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના પણ આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે. નડિયાદ મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર વડોદરા જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપની યાદી જાહેર, ધારાસભ્યોનું પલડું ભારે જોવા મળ્યું વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠક માટે ભાજપાએ પોતાની યાદી જાહેર કરી દીધી છે. જો કે આ વખતે મોટાભાગની બેઠકોનું રોટેશન બદલાતા જે નવા ચહેરાઓની અપેક્ષા હતી તેના કરતા જુના જોગીઓના જ પરિવારજનોને ટિકિટો મળી હોવાનું ધ્યાને આવ્યું છે. મોટાભાગની બેઠકો ઉપર ધારાસભ્યોના નિકટના વ્યક્તિઓને જ ટિકિટ અપાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જિલ્લાના પાંચ ધારાસભ્યોની દબદબો જિલ્લા પંચાયતની ઉમેદવારીમાં રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક દિવસ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને બાદમાં ભાજપમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરનાર કિરણ રાઠોડને પણ સાચવી લેવામાં આવ્યા છે. સોખડા બેઠક ઉપર તેઓના પત્ની હેમા કિરણ રાઠોડને ટિકિટ આપીને ઘીના ઠામમાં ઘીની ઉક્તિ સાર્થક કરવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી છે. અને કદાચ આ કમિટમેન્ટ સાથે જ કિરણ ઠાકોરને 24 કલાકમાં જ બ્રહ્મજ્ઞાન થયું હશે પુનઃ ભાજપમાં જોડાઈ ગયા છે. જો કે કેટલાક એમ પણ માની રહ્યા છે કે તેઓએ નાક દબાવીને ટિકિટ કઢાવી લીધી છે. તો વડોદરા તાલુકા પંચાયતની કેટલીક બેઠકોમાં પણ વિવાદ સર્જાય તેમ લાગી રહ્યું છે. તાલુકા પંચાયતની સયાજીપુરા તાલુકા પંચાયત બેઠક સામાન્ય હતી એમાં ઓબીસી ઉમેદવર બ્રિજેશ વાસુદેવ ઠાકોરને ટિકિટ આપતા કેટલાકમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગ્રામ્ય કક્ષાનું રાજકારણ કેવા રંગ બતાવે છે તે જોવું રહ્યું. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ
    Click here to Read More
    Previous Article
    શાહે કહ્યું- મમતા ભત્રીજાને સીએમ બનાવવા માગે છે:લોકોની પરેશાનીની પરવાહ નથી; મમતાએ કહ્યું- સાપ પર ભરોસો કરજો, ભાજપ પર નહીં
    Next Article
    આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી:ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારો જાહેર કર્યા, વોર્ડ-2 અને વોર્ડ-4માં 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment