Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ મેયરને ભાજપની ઓફિસમાંથી ધક્કા મારી બહાર કાઢ્યા:બીજેપી સત્તાના નશામાં ચૂર, ભરત બારડે કહ્યું- પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે

    2 days ago

    પંચાયત-પાલિકાની ચૂંટણી વચ્ચે ભાજપનો ઘરનો ઝઘડો જાહેરમાં સામે આવ્યો છે. ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડ આજે (10 એપ્રિલ) શહેર ભાજપ કાર્યાલયે ગયા તો તેમને અંદર જવામાં દેવામાં આવ્યા નહોતા. ઓફિસમાં હાજર લોકોએ તેમને ખભી હાથ મૂકી ધક્કા મારીને બહાર કાઢ્યા હતા. ભારે ગુસ્સા સાથે ભરત બારડ કાર્યાલયની બહાર આવ્યાં હતા અને પાર્કિંગમાં સ્કૂટર લઈને જતી વખતે બોલ્યા કે, પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે. બધા આડા પડ્યા કે, ઓફીસમાં ન જાવ પ્રમુખ પાસે અને પછી ત્યાથી નીકળી ગયાં હતાં. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારોની જાહેરાત કરી રહ્યો છે, ત્યારે પૂર્વ મેયર ભરત બારડ કોઈ વાતની રજૂઆત માટે શહેર ભાજપ કાર્યાલય ગયા હતાં. તેઓ શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહને મળવા માગતા હતાં. જોકે, એફિસમાં ચેમ્બરમાં જવા દેવાયા નહોંતો. ત્રણેય મહામંત્રીએ ભગવાન બારડનું બાવડું પકડીને કાર્યાલયની બહાર કાઢી મુક્યાં હતાં. પૂર્વ મેયર અને સંગઠન વચ્ચે જંગ શિસ્તબંધ ગાણાતા ભાજપના જ કાર્યાલયમાં થયેલી ગરમાગરમી અંગે શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે કહ્યું કે, ​પાર્લામેન્ટરી બોર્ડના નિયમ મુજબ 63 વર્ષની વય મર્યાદાને કારણે તેમને ટિકિટ આપવામાં મુશ્કેલી પડી શકે છે, છતાં પક્ષે તેમને 'અપવાદ' ગણીને ટિકિટ આપવા માટે ભલામણ કરી છે. પરિપત્ર મુજબ, માત્ર અપેક્ષિત હોદ્દેદારોને જ બોલાવવામાં આવે છે, અત્યારે એડમિનિસ્ટ્રેશન હોવાથી ભાવનગર સહિત અન્ય પાંચ મહાનગરોના પૂર્વ મેયરોને પણ બોલાવવામાં આવ્યા નથી. આ સાથે ઉમેર્યું કે, ભરતભાઈ પૂર્વ મેયર અને સિનિયર આગેવાન છે, તેમને અટકાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. પક્ષ મારા માટે શિરોમાન્ય છેઃ ભરત બારડ તો બીજી તરફ પૂર્વ મેયર ​ભરત બારડે ​કાર્યાલયમાં બાવડું પકડીને બહાર કાઢવાની વાતને તેમણે અફવા ગણાવી હતી અને જણાવ્યું હતું કે, તેઓ માત્ર ચા પીને બહાર આવ્યા છે. ​ટિકિટ મેળવવાની ઈચ્છા અંગે તેમણે સ્વીકાર્યું કે, તેઓ દાવેદાર હોઈ શકે, પરંતુ અંતિમ નિર્ણય પક્ષનો રહેશે. ​ભૂતકાળના વિવાદાસ્પદ મેસેજ કે સોશિયલ મીડિયા પોસ્ટ અંગે પૂછતા તેમણે મૌન સેવ્યું હતું હતું. આ ઉપરાંત કહ્યું કે, હું શિસ્તબદ્ધ કાર્યકર છું, મારી કોઈ અવગણના થઈ રહી નથી. પક્ષ મારા માટે શિરોમાન્ય છે. નોંધનિય છે કે, એક તરફ ભરત બારડ વાતને અફવા ગણાવી રહ્યાં છે, પરંતુ વીડિયો દેખાતા પ્રમાણે વાસ્તવિકતા કઈક અલગ જ છે. ઉમેદવારોની લિસ્ટને લઈને પણ કોકડું ગૂંચવા ​ભાજપ દ્વારા હજી સુધી ભાવનગરના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. ઘોઘા સર્કલ, કુંભારવાડા અને નારી જેવા વોર્ડમાં ઉમેદવારોના નામ બાબતે ‘કોકડું ગૂંચવાયું’ હોવાની ચર્ચા છે. જોકે, સંગઠનના નેતાઓનો દાવો છે કે, કાર્યકર્તાઓમાં કોઈ અસંતોષ નથી અને દરેક કાર્યકર પક્ષના વિજય માટે કામે લાગી જશે. મેયરની ટર્મ પૂર્ણ થતા જ ભરત બારડ વેલ્ડિંગ કામમાં વળગ્યા ​મેયર પદની ટર્મ પૂર્ણ થતાની સાથે જ ભરત બારડએ કોઈ પણ જાતના દેખાડા વગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી પોતાની જૂની વેલ્ડિંગની દુકાન ફરી શરૂ કરી દીધી છે. તેઓ એક સામાન્ય કારીગરની જેમ દુકાને બેસીને લોખંડના કામમાં વ્યસ્ત જોવા મળ્યા છે. ભરત બારડ અઢી વર્ષ સુધી ભાવનગરના મેયર રહ્યા. તેઓ ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં ભાડાના ઘરમાં રહે છે. વેલ્ડિંગનો જે વ્યવસાય છે તે પણ એક કેબિનમાં ચાલે છે. મેયરનો કામ કરતા જોઈને સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે સત્તા આવે અને જાય પણ માણસાઈ અને પોતાની જમીન સાથે જોડાયેલા રહેવું એ જ સાચી સફળતા છે. (સંપૂર્ણ અહેવાલ માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    Telangana TS Inter Results 2026 Date and Time: TGBIE likely to announce results anytime after April 11
    Next Article
    ઢોંસાનાં ખીરુંથી મોત અને સસ્પેન્સ:માતાની ડાયરીથી રાઝ ખૂલી શકે, ઉમેદવારોની યાદીમાં ભાજપ-કૉંગ્રેસને ફીણ આવી ગયા, ભાવનગરના પૂર્વ મેયર બગડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment