Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇકોર્ટમાં દુષ્કર્મ પીડિતા યુવતીએ ગર્ભપાતની અરજી કરી:હાઇકોર્ટે અમદાવાદની સોલા સિવિલ પાસે યુવતીનો મેડિકલ રીપોર્ટ મંગાવ્યો

    16 hours ago

    ગુજરાત હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને એક દુષ્કર્મ પીડિતાને જરૂરી સારવાર આપવાનો આદેશ આપ્યો છે, જેણે ફરિયાદ કરી હતી કે હોસ્પિટલ તેને દાખલ કરી રહી નથી. સાણંદની આ 19 વર્ષીય દુષ્કર્મ પીડિતાની અગાઉ આ જ હોસ્પિટલમાં ચાર દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી. જ્યારે તેણે ડોક્ટરોને તેનો 21 અઠવાડિયાનો ગર્ભ ગર્ભપાત કરવા વિનંતી કરી, ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ તેને સક્ષમ કોર્ટનો ઓર્ડર લાવવા જણાવ્યું હતું. ગર્ભપાત કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી ત્યારબાદ તેણીને રજા આપી દેવામાં આવી હતી અને તેણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની જોગવાઈઓ હેઠળ ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ સત્તાધીશોને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. 'હોસ્પિટલ સત્તાધીશો તેને દાખલ કરવાનો ઇનકાર કરી રહ્યા છે' જ્યારે આ અરજી સુનાવણી માટે આવી ત્યારે અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પીડિતા હોસ્પિટલમાં છે, પરંતુ હોસ્પિટલ સત્તાધીશો તેને દાખલ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. તેને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. ન્યાયાધીશે હોસ્પિટલ સત્તાધીશોને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું જે સાંભળીને હાઇકોર્ટે અરજદારના વકીલને પૂછપરછ કરી હતી કે, પીડિતા હોસ્પિટલમાં દાખલ થવા માટે કેમ આગ્રહ કરી રહી છે. જો કે ન્યાયાધીશે હોસ્પિટલ સત્તાધીશોને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો અરજદારને અન્ય કોઈ સારવારની જરૂર હોય, તો હોસ્પિટલ સત્તાધીશોએ તે બાબતે ધ્યાન આપવું જોઈએ અને તેને જરૂરી સારવાર પૂરી પાડવી જોઈએ. સોલા સિવિલ પાસે યુવતીનો મેડિકલ રીપોર્ટ માંગ્યો હાઈકોર્ટના આ નિર્દેશો ગાયનેકોલોજી વિભાગના વડા અને ડોક્ટરોની પેનલને તેણીની તપાસ કરવા અને ગર્ભપાત કરવા માટેના જોખમી પરિબળો અંગે તેમનો અભિપ્રાયના આદેશ સાથે આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટે આ અંગેનો અહેવાલ 13 એપ્રિલ સુધીમાં માંગ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:તાપી જિલ્લા પંચાયતમાં ભાજપની ઉમેદવાર યાદી જાહેર, ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં; 26 એપ્રિલે મતદાન
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપની ઉમેદવાર યાદી જાહેર, ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં; 26 એપ્રિલે મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment