Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા નગરપાલિકા માટે ભાજપે ગત ટર્મના પ્રમુખનું પત્તું કાપ્યું:કોંગ્રેસના નિરવ અધ્વર્યુને ટિકિટ મળતા જ ભાજપનો ખેસ ધારણ કર્યો, મોટાભાગના નવા ચહેરાઓને તક

    20 hours ago

    તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વ્યારા નગરપાલિકાના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે, જ્યાં કેટલાક મોટા રાજકીય ઉલટફેર જોવા મળ્યા છે. વ્યારા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે જાહેર કરાયેલી યાદીમાં કોંગ્રેસના નિરવ અધ્વર્યુને ભાજપે ટિકિટ આપી છે. ટિકિટ મળતા જ તેમણે ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ સહિતના અગ્રણીઓની હાજરીમાં વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત, ભાજપે 'નો રિપીટ' થિયરી અપનાવીને ગત ટર્મના નગરપાલિકા પ્રમુખ રિતેશ ઉપાધ્યાયને ટિકિટ આપી નથી. મોટાભાગની બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેના કારણે કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. બેઠકોનું ગણિત ભાજપે સમગ્ર જિલ્લામાં કુલ 238 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, તાપી જિલ્લા પંચાયતના 24 ઉમેદવાર જાહેર નિઝર તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેર ઉચ્છલ તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેર વાલોડ તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેર સોનગઢ તાલુકા પંચાયતના 18 ઉમેદવાર જાહેર વ્યારા તાલુકા પંચાયતના 20 ઉમેદવાર જાહેર કુંકરમુંડા તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેર ડોલવણ તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેર ઉકાઈ તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેર વ્યારા નગરપાલિકાના 28 ઉમેદવાર જાહેર ભાજપે ટિકિટ વિતરણમાં જ્ઞાતિગત સમીકરણો અને જીતી શકે તેવા ઉમેદવારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વ્યારા નગરપાલિકામાં નવા ચહેરાઓને પ્રાધાન્ય આપીને સત્તા વિરોધી લહેરને ખાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ રણનીતિ કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ભુજ નગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર:42 ઉમેદવારને મેદાને ઉતાર્યાં, વોર્ડ-1માં સીમાં કુંભારને ભાજપની ટિકિટ મળી; વોર્ડ-4માં ડોલી શાહ અને વોર્ડ-6માં હિનાબા ઝાલા ઉમેદવાર
    Next Article
    17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:ગાંધીનગર પોક્સો કોર્ટનો પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment