Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-સુરતમાં ભાજપના ઉમેદવારોને ફોન આવવાના શરૂ, જુઓ લિસ્ટ:થોડીવારમાં આવશે ભાજપની યાદી; કોંગ્રેસ ઉમેદવારોને સીધા મેન્ડેટ આપશે

    14 hours ago

    આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હજુ સુધી ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસમાં તો દર વખતે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની ‘પરંપરા’ છે ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડી છે. અમદાવાદ-રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે જીદે ભરાયા છે, જેના કારણે હાઇકમાન્ડ પણ અવઢવમાં છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં ભાજપના 35 ઉમેદવારના નામ ફાઇનલ છે. કોંગ્રેસ-ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે. બપોર બાદ ઉમેદવારોને ફોન કરીને જાણ કરાશે. સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારને ફોન કરીને જાણ કરી દેવાઈ છે. તો ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રી કેસરી રંગબેરંગી સાફો પહેરીને સમર્થકો સાથે પહોંચીને ફોર્મ ભરી દીધું છે. સુરત AAPમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નં.12માં ગઇકાલે બપોરે ટિકિટ ફાળવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ઉમેદવાર પ્રીતિ સદાદિયા સહિત 500 સક્રિય કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. સુરત મનપા ચૂંટણીના પ્રબળ દાવેદાર ધાર્મિક માલવિયાને ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી આપવાની હોવાથી હાલમાં મનપામાં ઉમેદવાર બનાવશે નહીં તેવું ભાજપના નેતાઓએ જણાવ્યું છે. ભાજપ-કોંગ્રેસની સંપૂર્ણ યાદી જોવા અહીં ક્લિક કરો અમદાવાદમાં ભાજપના આ ઉમેદવારને ફોન આવ્યો જોધપુર વોર્ડ વેજલપુર વોર્ડ સરખેજ વોર્ડ બોડકદેવ વોર્ડ મક્તમપુરા વોર્ડ બાપુનગર વોર્ડ સુરતમાં ભાજપના આ ઉમેદવારને ફોન આવ્યો
    Click here to Read More
    Previous Article
    Jana Nayagan Movie Leak Live Updates: Sivakarthikeyan, Chiranjeevi ‘deeply concerned’ as Vijay film leaks; makers take legal action
    Next Article
    ગાંધીનગર, પાટણ અને પંચમહાલ જિલ્લાની ભાજપની યાદી જાહેર:રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતનું મહામંત્રીની સહી વગરનું લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતું થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment