Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમા દુમાડ ચોકડી પાસે ભારદારી વાહને દંપતિને અડફેટે લીધું:પત્નીને સામે જ પતિએ દમ તોડ્યો, લગ્ન પ્રસંગે જતા પહેલા અકસ્માત નડ્યો

    17 hours ago

    વડોદરા શહેરમાં અવાર નવાર ભારદારી વાહનોથી અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં શહેરના દુમાડ ચોકડી બ્રિજ નીચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ભારદાર વાહનને લગ્ન પ્રસંગે જતા દંપતિને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભારદારી વાહને અડફેટે લેતાં પત્નીની સામે પતિનું મોત મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાસણા-આમોદ વિસ્તારના વતની ગણપતભાઈ મોહનભાઈ પાટણવાડિયા પોતાની પત્ની સાથે આસોજ (લગ્ન પ્રસંગ)માં હાજરી આપવા વડોદરા આવી રહ્યા હતા. દુમાડ ચોકડી પાસે બ્રિજ નીચે ભારદાર વાહને અડફેટે લેતા ગણપતભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્ની બાજુમાં ફેંકાઈ જતા આબાદ બચાવ થયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો આ ઘટનાની જાણ થતા જે સમા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે સમા પોલીસે ફ્યુલ ભરેલ ભારદારી વાહન ચાલકને ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવે છે. આ અકસ્માતમાં મૃતકને હાલમાં સયાજી હોસ્પિટલમાં આવેલા પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘તમારો આત્મવિશ્વાસ અમને આગળ વધવાની પ્રેરણા આપે છે’:આદિત્ય ધરે સંદીપ રેડ્ડી વાંગાની 'ધુરંધર 2'ને લઈને પોસ્ટ પર પ્રતિક્રિયા આપી
    Next Article
    ઓલ્ડ પાદરા રોડ અશાંતધારા વિસ્તારના એક પ્લોટના સોદા મામલે વિવાદ:સ્થાનિકોએ કોર્પોરેટરના ઘરે રામધુન બોલાવી વિરોધ કર્યો, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચિમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment