Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:પરીક્ષા આપીને મોપેડ પર ઘરે જવા નીકળેલા એસપીબીના વિદ્યાર્થીને ટ્રકે અડફેટે લેતા મોત

    13 hours ago

    શહેરમાં અકસ્માતના અલગ-અલગ બનાવમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વરિયાવ ગામ પાસે પુરપાટ ઝડપે પસાર થતા ટ્રક ચાલકે કોલેજથી મોપેડ પર ઘરે જવા નીકળેલા એસપીબી કોલેજના બીકોમના વિદ્યાર્થીને અડફેટમાં લેતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જહાંગીરપુરા વરિયાવ કોળીવાડ ખાતે રહેતા વિજય પટેલ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 17 વર્ષીય પુત્ર સચિત અઠવાલાઈન્સ ખાતે આવેલી એસપીબી કોલેજમાં એસવાય બીકોમમાં અભ્યાસ કરતો હતો. ગુરૂવારે સચિન કોલેજમાં પરીક્ષા આપી મોપેડ પર ઘરે જવા માટે નીકળ્યો હતો. દરમ્યાન વરિયાવ ગામ નજીક બેફામ આવેલા ટ્રક ચાલકે તેને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા જહાંગીરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોડાદરામાં ટ્રેક્ટરે અડફેટમાં લેતા વૃદ્ધનું મોત ગોડાદરા વૃંદાવન પાર્ક સોસાયટી ખાતે રહેતા 85 વર્ષીય બાલુભાઈ રાઠોડ લૂમ્સના કારખાનામાં સફાઈકામ કરતા હતા. બુધવારે તેઓ સ્વામીનારાયણ સોસાયટી પાસેથી પગપાળા પસાર થતા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવેલા ટ્રેક્ટર ચાલકે તેમને અડફેટલ લીધા હતા. બાલુભાઈને સ્મીમેર દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ગુરૂવારે તેમનું મોત થયું હતું. ખેતરમાં સુવડાવેલી બાળકીને કારે કચડી વાલક ગામે રહેતા અને મુળ એમપીના મેહુલ કતીજા કડીયાકામ કરે છે. બુધવારે તેઓ રોયલ ટાઉનશીપ પાછળ દીવાલ બનાવવાનું કામ કરવા આવ્યા હતા. જ્યાં ખેતરમાં ઝાડ નીચે તેમની 1 વર્ષીય પુત્રી સોનલને સુવડાવી પરિવાર દીવાલ ચણવાનું કામ કરી રહ્યો હતો. દરમ્યાન કોન્ટ્રાક્ટર વિપુલ ઝાલાવડીયા તેની કાર ખેતરમાં ટર્ન મારવા માટે ગયો હતો. ત્યારે તેણે ડ્રાઈવર સાઈડના આગળના વ્હીલ નીચે સોનલને કચડી નાંખી હતી. સોનલને હોસ્પિટલ લઇ જવાતા તબીબે તેને મૃત જાહેર કરી હતી. લસકાણા પોલીસે કારચાલક વિપુલ ઝાલાવડીયા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ફેસબુક ફ્રેન્ડની માયાજાળમાં ફસાયા વૃદ્ધ:ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણના નામે યુવતીએ ₹24.40 લાખ પડાવ્યાં
    Next Article
    Assam HSLC Result 2026 Declared: Class 10 Scorecard Download Link Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment