Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નેત્રમ કેમેરાથી પોલીસે:ખોવાયેલ સોના-ચાંદી, રોકડ ભરેલા બેગ માલિકોને પરત કર્યા, પોલીસની સરાહનીય કામગીરી

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ઇનચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, પીએસઆઈ ડી.એલ. ઝેઝરીયા (નેત્રમ)ની સૂચનાથી "તેરા તુજકો અર્પણ" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, જાહેર જનતાની ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ જેવી કે સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, પર્સ વગેરે નેત્રમ સુરેન્દ્રનગરના સીસીટીવીની મદદથી શોધીને મૂળ માલિકોને પરત કરવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં, સુરેન્દ્રનગરની ફિરદોષ સોસાયટીમાં રહેતા અરજદાર જૈમિનિબેન દુદાભાઈ પતરાવાળી ચોક પાસેથી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમનો સામાન ભરેલો બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા. આ અંગે 'નેત્રમ' ખાતે જાણ કરવામાં આવતા, નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી રીક્ષાની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે રીક્ષા ચાલકનો સંપર્ક કરીને જૈમિનિબેનનો રૂ. 4000નો સામાન ભરેલો બેગ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી પરત કર્યો હતો. તેવી જ રીતે, સનફ્લાવર સ્કૂલ પાસે રહેતા અરજદાર જીતુભાઈ જવાનજી ઠાકોર પણ સનફ્લાવર સ્કૂલ પાસેથી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમનો સામાન ભરેલો બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા. 'નેત્રમ' દ્વારા સીસીટીવીની મદદથી રીક્ષા અને ચાલકનો સંપર્ક કરીને તેમનો બેગ પણ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પરત કરવામાં આવ્યો હતો. આ બંને કિસ્સાઓમાં સુરેન્દ્રનગર પોલીસે નેત્રમ કેમેરાની મદદથી પ્રશંસનીય કામગીરી કરી છે, જેનાથી "પોલીસ પ્રજાનો મિત્ર" સૂત્ર સાર્થક થયું છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારનો વિરોધ કરનાર ભાજપે 14 મુસ્લિમને ટિકિટ આપી:આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છતાં ભાજપ-કોંગ્રેસના 17 હજારથી વધુ ઉમેદવાર જાહેર કરવાના બાકી
    Next Article
    મોડાસામાં ચામુંડા માતાજીનો પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી:મોડાસા,મોહનપુર અને બાયડ પરગણાના હજારો ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment