Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનમાં આજે અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર વાતચીત:યુએસ ઉપરાષ્ટ્રપતિ વેન્સ હાજર રહેશે; અમેરિકાની ધમકી- જરૂર પડશે તો ફરી હુમલો કરીશું

    20 hours ago

    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અંગે મહત્વપૂર્ણ વાતચીત થશે. આ બેઠકમાં અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ટીમનું નેતૃત્વ કરશે. આ વાતચીતને આગળની શાંતિ પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મોટી ઘટના પહેલા પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદમાં બે દિવસની રજા જાહેર કરી છે. આ પહેલા અમેરિકી સેનાની મિડલ ઈસ્ટ કમાન્ડે ગઈકાલે દાવો કર્યો હતો કે આ યુદ્ધમાં ઈરાનને ભારે નુકસાન થયું છે. આવો આંચકો છે જેની અસર લાંબા સમય સુધી રહેશે. અમેરિકાનું કહેવું છે કે તેણે અને તેના સાથીઓએ ઈરાનના ઠેકાણાઓ પર 13,000 થી વધુ હુમલા કર્યા છે. હાલમાં યુદ્ધવિરામના કારણે હુમલા રોકી દેવામાં આવ્યા છે, પરંતુ અમેરિકી સેના હજુ પણ વિસ્તારમાં હાજર છે અને જરૂર પડ્યે ફરીથી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાની પીએમને નોબેલ આપવાની માગ પાકિસ્તાનની પંજાબ એસેમ્બલીમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ, સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને નાયબ વડાપ્રધાન ઇશાક ડારને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જિયો ન્યૂઝ અનુસાર, PML-Nના ધારાસભ્ય રાણા મુહમ્મદ અરશદે પ્રસ્તાવ રજૂ કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના નેતાઓની મધ્યસ્થીથી જ અમેરિકા-ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધવિરામ શક્ય બન્યો અને તેનાથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનો માર્ગ તૈયાર થયો. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ‘I ignored period pain, then my organs got stuck together’: How a 31-year-old teacher beat endometriosis to birth a child
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પની નવી ધમકી, ઇરાને કહ્યું-હવે વાતચીત નકામી, 6 રાજ્યમાં વાવાઝોડાં સાથે વરસાદનું એલર્ટ,

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment