Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત:વંથલી નજીકના દિલાવર નગરમાં એસટીનો સ્ટોપ આપો

    13 hours ago

    વંથલી દિલાવરનગર ખાતે બસ સ્ટોપ આપવા નગરપાલિકા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વંથલી નગરપાલિકા દ્વારા વંથલી જૂનાગઢ હાઈવે પર આવેલ દિલાવરનગર ખાતે બસ સ્ટોપ આપવા એસટી વિભાગીય નિયામકને પત્ર પાઠવી તમામ એસટી બસોને સ્ટોપ આપવા માંગણી કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયાએ પત્રમાં જણાવ્યું છે કે વંથલી નજીક દિલાવરનગર ખાતે તમામ સરકારી કચેરીઓ કેવી કે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત,સિવિલ હોસ્પિટલ ,સેશન્સ કોર્ટ,ગેસ એજન્સી, PGVCL, માર્કેટિંગ યાર્ડ વગેરે કાર્યરત છે વંથલી શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી અનેક લોકો પોતાના કામકાજ અંગે આવતા હોય છે તેમજ કચેરી સુધી પહોંચવા માટે વાહનોની સુવિધા ન હોય અને વંથલી બસ સ્ટેન્ડથી તમામ સરકારી કચેરીઓ બે કિમી જેટલી દૂર આવેલ હોય જેને કારણે કામ માટે આવતા અરજદારો તેમજ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલી પડે છે તો વંથલી નજીકનાં દિલાવરનગર ખાતે બસ સ્ટોપ આપવા વિભાગીય નિયામક, સાંસદ, ધારાસભ્યને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકોમાં રોષ:સુરત-તાપી જિલ્લાને જોડતો બુટવાડા- બેડા રાયપુરા માર્ગ બિસ્માર
    Next Article
    વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા:મોડાસાની ભેરુંડા રોડ અને ડુઘરવાડા રોડ ઉપર રેલવે ક્રોસિંગના રસ્તાઓ બિસમાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment