Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર પેરોલ ફર્લો સ્ક્વોડે ફરાર આરોપીને ઝડપ્યો:પ્રોહિબિશન કેસમાં સાડા ચાર વર્ષથી ફરાર આરોપીની મુંબઈથી ધરપકડ કરાઈ

    13 hours ago

    પોરબંદર પેરોલ ફર્લો સ્ક્વોડે એક મોટી સફળતા મેળવી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાડા ચાર વર્ષથી ફરાર આરોપીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. એચ.આર. સિસોદિયા, જે.આર. કટારા, પિયુષભાઈ સિસોદિયા અને વજશીભાઈ વરૂને ચોક્કસ બાતમી મળી હતી કે કમલાબાગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાનો આરોપી મુંબઈમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે તપાસ કરતા, આરોપી સુમીત કમલ અંભવાની (ઉંમર 33, રહે. ઉલ્લાસનગર, મુંબઈ) મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી હતી. વધુ તપાસ માટે આરોપીને કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એચ.એમ. જાડેજા અને તેમની ટીમ તેમજ ટેકનિકલ સેલ પોરબંદરના કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાજપે સ્થાનિક સ્વરાજ્ય માટે એક બાદ એક ઉમેદવારો ઉતાર્યા:વડોદરામાં ઇન્સ્ટા.સ્ટારને મેદાને ઉતારી, અનેકના હાર્ટબીટ વધ્યા, કપાશે કે ટિકિટ મળશેની ભારે ઉત્તેજના
    Next Article
    લો ગાર્ડનમાં કચરા બાબતે ટેકનિકલ સુપરવાઈઝર પર હુમલો:લંડનમાં પત્નીના પગાર પર જલસા કર્યા અને પ્રેગ્નેન્સીમાં પેટ પર લાત કરી એબોર્શન કરવા પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment