Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર:સુરેન્દ્રનગર મનપા, વડોદરા, વાવ-થરાદ અને અરવલ્લીના પાલિકા-પંચાયતના ઉમેદવારો જાહેર

    15 hours ago

    પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. સૌ પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત નવરચિત વાવ-થરાદ જિલ્લા પંચાયત, ભાભર અને થરાદ નગરપાલિકાની યાદી પણ જાહેર કરવામાં આવી છે. પૂર્વ IPS મનોજ નીનામા અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા. જેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના પણ આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે. વડોદરા જિલ્લા પંચાયતની ભાજપના ઉમેદવારોની યાદી અરવલ્લી જિલ્લાની પાલિકા-પંચાયતના ઉમેદવારો જાહેર અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના 6 વોર્ડના 24 અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મોડાસા તાલુકા પંચાયતના 20, ભીલોડા તાલુકા પંચાયતના 20, બાયડ તાલુકા પંચાયતના 18, માલપુર તાલુકા પંચાયતના 16, મેઘરજ તાલુકા પંચાયતના 22, શામળાજી તાલુકા પંચાયતના 16 અને સાઠંબા તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપમાં જાડોયાના 3 કલાકમાં જ જિલ્લા પંચાયતની ટિકિટ મળી પૂર્વ આઇપીએસ મનોજ નિનામાએ 6 એપ્રિલના રોજ આઇપીએસ અધિકારી પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્રણ જ દિવસમાં તેઓને ભાજપમાં જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દાહોદ નગરપાલિકાના જાહેર થયેલા ઉમેદવાર અરવલ્લી જિલ્લાની અલગ અલગ તાલુકા પંચાયતોના જાહેર થયેલા ઉમેદવાર વાવ-થરાદ જિલ્લાની નગરપાલિકાઓ માટે જાહેર કરાયેલા ભાજપના ઉમેદવાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ
    Click here to Read More
    Previous Article
    'સારાભાઈ'ની ટીમે સતીશ શાહનું પિંડદાન કર્યું હતું:રાજેશ કુમારે કહ્યું, 'નિઃસંતાન હોવાના કારણે અમે બિહારના ગયામાં તર્પણ કર્યું'
    Next Article
    IPS ट्विंकल जैन: कभी बनना चाहती थीं इंदौर कलेक्टर, योगी ने बनाया लखनऊ ADCP, बेहद रोचक है पूरी कहानी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment