Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં બે જૂથ વચ્ચે ઝઘડો:પોલીસે શાંતિ ભંગ બદલ બંને પક્ષ સામે ગુનો નોંધ્યો

    14 hours ago

    ગોધરાના ચર્ચ સર્કલ પાસે મંગળવારે રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને શાંતિ ભંગ બદલ બંને પક્ષો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 7 એપ્રિલના રોજ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાત્રે તેમને ચર્ચ સર્કલ નજીક કેટલાક લોકો ઝઘડો કરી રહ્યા હોવાનો મેસેજ મળ્યો હતો. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર ચાલી રહી હતી. વધારાનો પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને પક્ષોને છૂટા પાડી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક પક્ષમાં સોલંકી જય દિપકભાઈ, માધવભાઈ અશોકભાઈ વાધેલા અને તુષાર મનોજકુમાર વાધેલા સહિત 10થી વધુ લોકો સામેલ હતા. જ્યારે બીજા પક્ષમાં શેખ ઇમરાન અબ્દુલ્લા સહિત 15થી વધુ લોકો હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બીવી ગાંધી પેટ્રોલ પંપ તરફથી આવતી વખતે મોપેડ અને કાર વચ્ચે સામાન્ય અથડામણ થઈ હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને તે ઉગ્ર બન્યો હતો. આ બનાવમાં જાહેર જગ્યાએ શાંતિ ભંગ થતા પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વશાંતિ માટે ગુંજ્યો નવકાર મંત્ર:અમદાવાદ સહિત વિશ્વના 100 શહેરોમાં અહિંસા અને વિશ્વશાંતિ માટે મહા અભિયાન યોજાયું; 27 મિનિટમાં 1.08 કરોડ જાપનો ઐતિહાસિક વિક્રમ
    Next Article
    શામળાજી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર જાહેર:ચૂંટણીમાં ત્રણેય પાર્ટીઓ વચ્ચે જામશે જંગ, 26 એપ્રિલેક્સ મતદાન, 28 તારીખે મતગણતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment