Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ:શહેરના આવાસમાં નિયમોનો સરેઆમ‎ભંગ, ફલેટ ભાડે-વેચાણ થતાં ભારે રોષ‎

    3 days ago

    જામનગરના મોહનગર પાસે આવેલા આવાસોની 16 બિલ્ડીંગોમાં લોકોએ ગેરકાયદે ફ્લેટો ભાડે અને વેંચાણથી આપીને જાનગર વિસ્તાર વિકાસ સતામંડળની કચેરીના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવતા હોવાની ઓમ રેસીડેન્સી એસોસીએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જામનગરના ગુલાબનગર મોહનગર પાસે, આવેલા પ્રધાનમંત્રી આવાસના ઓમ રેસડેન્સી કો-ઓનર્સ એસોસીએશન દ્વારા જાડાના કચેરીએ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કે, આવાસના 16 બિલ્ડીંગમાં વિકાસ સતા મંડળના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવે છે. કોઈપણ ફલેટ ધારક તેને ફાળવેલ ફલેટ સાત વર્ષ સુધી અન્ય કોઈને ભાડેથી કે વેચાણથી આપી શકશે નહીં. તે નિયમોનું ઘણા ફલેટ માલિકોએ સરેઆમ ઉલ્લંઘન કરેલ છે. આ આવાસ વર્ષ 2018માં બન્યા છે ત્યારથી જાડા કચેરી દ્વારા આવાસમાં ભાડુઆતી ફલેટો ખાલી કરાવવાની કાર્યવાહી આજ દિવસ સુધીમાં કરવામાં આવેલ નથી. તેથી આજ અડધાથી વધુ આવાસમાં ભાડુતો વસવાટ કરી રહ્યા છે. અને તેને કારણે ઘરના ફલેટ માલિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નિયમોની અમલવારી ન કરાવતા આવાસમાં રહેતા ગરીબ, નાના અને નબળા વર્ગના લોકોને ભારે હાલાકી પડી રહી છે અને ફલેટધારકોમાં આક્રોશ વધી ગયો છે અને તાકીદે આવાસમાંથી ભાડુઆતો ખાલી કરાવીને મકાનો સીલ કરવાની કાર્યવાહી જાડા કચેરી દ્વારા નહીં કરાઈ તો જામનગર-રાજકોટનો મેઈન રોડ પર રસ્તા રોકો આંદોલન ની ચીમકી લોકોએ ઉચ્ચારી છે. આંદોલનની તમામ જવાબદારી જાડા કેચીરીને રહેશે, તેમાં અમો એસોસીએશનની ગેરકાયદે રીતે ભાડે-વેચાણ આપેલ ફલેટોના માલીકો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. આંદોલનની તમામ જવાબદારી જાડા કેચેરીની રહેશે. તેમજ એસોસીએશનની ગેરકાયદે રીતે ભાડે-વેચાણ આપેલ ફલેટોના માલીકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લે આપની કચેરીના કોઈપણ ફલેટ ધારક પોતાનો ફલેટ સાત વર્ષ સુધી અન્ય કોઈને ભાડેથી કે વેચાણથી આપી શકશે નહીં. એ નિયમનું અમારા આવાસમાં કડકપણે પાલન કરાવો. લોકો હવે ઉગ્ર આંદોલન કરવાના મુડમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સિવાયના અન્ય શહેરોમાં વારંવાર સરકારી આવાસોમાં સાત વર્ષના નિયમનો ભંગ કરીને ગેરકાયદે રીતે ભાડે આપેલ ફલેટોને સીલ કરવામાં આવે છે, તો જામનગરમાં કેમ નહીં તેમ પણ એસોસિએશનના લોકોએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    તકેદારી:હિટવેવને પગલે પશુઓને સવારે 11થી 4 સુધી છાયડા-હવા ઉજાસવાળા સ્થળે રાખવા જોઈએ
    Next Article
    કાર્યવાહી:જામનગરમાં ટ્રાફિક ડ્રાઈવ, 11 દંડાયા, કાળા કાચ અને સીટ બેલ્ટ ન પહેરનારાને દંડ ફટકારાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment