Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:વંડા ગામની યુવતીને દોઢ વર્ષથી ત્રાસ આપતા પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

    3 days ago

    સાવારકુંડલાના વંડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ લગ્ન બાદ પતિ તથા સાસરીયાઓ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરી પોલીસમાં રાવ કરી છે. સાવરકુંડલાના વંડા ગામે ભાણદાસ બાપુની જગ્યા પાસે રહેતી સુરભીબેન યોગેશભાઇ ગોંડલીયા (ઉ.વ.26) એ ફરિયાદ નોંધાવી છે કે તા.17 ડિસેમ્બર 2024 થી તા.15 ફેબ્રુઆરી 26 દરમિયાન તેમના પતિ તથા સાસરીયાઓ દ્વારા વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમજ તેઓના સસરા અને સાસુ દ્વારા અપશબ્દો બોલી સાસુએ કરિયાવરની માંગ કરી મેણાટોણા મારી માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ તું અહીંથી જતી રહેજે નહીતો મારી નાખવી પડશે કહી ધમકી આપી હતી. આ અંગે સુરત નારાયણનગર, કારગીલ ચોક, પુણાગામ રહેતા પતિ રાજદીપ ઘનશ્યામભાઇ દેસાણી, સસરા ઘનશ્યામ દેસાણી અને સાસુ દયાબેન ઘનશ્યામ દેસાણી વિરુદ્ધ ફરિયાદ આપી છે. આ સમગ્ર મામલે વંડા પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સમસ્યા:ચિત્તલ રોડ પરની પોસ્ટલ સોસાયટીમાં ગટરની સફાઈ ન થતા લોકો પરેશાન
    Next Article
    અકસ્માત થવાની ભીતિ:અમરેલી જિલ્લા કલેકટર કચેરી નજીક‎જ પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર તોડી પડાયા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment