Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં એસિડ પી પ્રૌઢે કરી આત્મહત્યા:બાથરૂમમાં પડી જવાથી ગોળો ભાંગી જતા ઓપરેશન કરાવ્યું, બેડરેસ્ટથી કંટાળેલા વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાત

    11 hours ago

    રાજકોટમાં વધુ બે આપઘાતની ઘટના સામે આવી છે જેમાં એક પ્રૌઢ અને એક વૃધ્ધનો સમાવેશ થાય છે. જામનગર રોડ પર રહેતા વૃધ્ધે ગોળાનું ઓપરેશન કરાવ્યા બાદ બેડરેસ્ટથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી જયારે બીજા બનાવમાં નાનામવા રોડ પર કરિયાણાની દુકાન ચલાવતા પ્રૌઢે અગમ્ય કારણો સર એસિડ પી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિજયુ હતું. બન્ને બનાવમાં પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર રોડ ઉપર માધાપર ચોકડી નજીક મનહરપુર-1 ગામમાં રહેતા ભુપતભાઈ વાડોદરિયા (ઉ.વ.70)એ આજે વહેલી સવારે પોતાના ઘરે પતરાની આડશના ગોઠવેલા પાઈપમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યો જોઈ જતા ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભુપતભાઈ પાંચ ભાઈ અને બે બહેનમાં મોટા હતા. તેમને સંતાનમાં 2 દીકરા અને 4 દીકરી છે. ત્રણ મહિના પૂર્વે તેઓ બાથરૂમમાં પડી ગયા હતા જેથી તેઓનો ગોળો ભાંગી ગયો હતો જેનું ઓપરેશન કરાવ્યું હતું જેથી તબીબોએ તેમને બેડરેસ્ટનું કહેતા તેઓ આરામ કરીને કંટાળી ગયા હતા જેના કારણે તેમણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ​જયારે બીજા બનાવમાં રાજકોટના નાના મૌવા રોડ પાસે આવેલા ભીમનગરમાં રહેતા અને પોતાના ઘરે જ પ્રોવિઝન સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા કાળુભાઈ દેવાભાઈ સોંદરવા (ઉ.વ.54) નામના પ્રૌઢે અગમ્ય કારણોસર રાત્રિના સમયે પોતાના ઘરે જ એસિડ પી લીધું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારજનોએ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર કારગત નીવડે તે પહેલા જ કાળુભાઈનું મોત નીપજ્યું હતું. ​મૃતક કાળુભાઈને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મ્યુનિ. કમિશનરની મેરાથોન બેઠક:તાપી રિવરફ્રન્ટ અને બેરેજ પ્રોજેક્ટની અડચણો દૂર કરવા એક્શન પ્લાન, પુણે જઈને બેરેજના મોડલ રનનું કમિશનર નિરીક્ષણ કરશે
    Next Article
    બાલાસિનોરના દોલતપોરડામાં કરા સાથે કમોસમી વરસાદ:બાજરી, ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન, તૈયાર થયેલ પાક નષ્ટ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment