Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 'ગ્રિન્ડર' એપથી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લીધા:વાડીમાં મળવા બોલાવી વીડિયો ઉતાર્યો, પોલીસે 'ડમી આઈડી' બનાવી ખેલ પાડ્યો; રત્નકલાકાર અને રિક્ષાચાલકની ધરપકડ

    11 hours ago

    સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સજાતીય સંબંધો માટેની ‘ગ્રિન્ડર’ એપ્લિકેશન મારફતે એક શિક્ષકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ વાડીમાં બંધક બનાવી રૂ. 30 હજારની લૂંટ ચલાવનાર બે શખ્સોને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ડમી આઈડીના આધારે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. અમરોલીની નગર પ્રાથમિક શાળાના શિક્ષકને બદનામ કરવાની અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. મિત્રતાના બહાને વાડીમાં બોલાવી લૂંટ મૂળ અમરેલીના અને સુરતના જહાંગીરપુરામાં રહેતા 26 વર્ષીય શિક્ષક ગ્રિન્ડર એપ્લિકેશન પર એન્ડરસન નામે આઈડી ધરાવતા હતા. આશરે વીસ દિવસ પહેલાં એક અજાણ્યા આઈડી ધારકે મિત્રતા કેળવી વરિયાવના રીવાન્ટા વર્ણી પાસે પોતાની વાડી હોવાનું જણાવી વીડિયો કોલ દ્વારા ત્યાં મળવા બોલાવ્યા હતા. શિક્ષક પોતાની બાઈક પર ત્યાં પહોંચતા, આરોપીએ ગરનાળા ફાટક પાસેની વાડીએ જવાનું કહી તેમને અવાવરૂ સ્થળે લઈ ગયો હતો. ત્યાં પહોંચતા જ આરોપીઓએ શિક્ષક પર હુમલો કરી તેમને ગળેથી પકડી ઘૂંટણિયે બેસાડી દીધા હતા. આરોપીઓએ તેમનો મોબાઈલ છીનવી લીધો હતો અને "તું આવી એપ દ્વારા છોકરાઓને મળે છે, અમે તારા ઘરે અને પોલીસને જાણ કરીશું" તેમ કહી બદનામ કરવાની ધમકી આપી હતી. વીડિયો ઉતારી બ્લેકમેલિંગ અને લૂંટ આરોપીઓએ શિક્ષક પાસે બળજબરીપૂર્વક નામ, સરનામું અને "હવે પછી હું આવું કામ નહીં કરું" તેવી કબૂલાત કરાવતો વીડિયો શૂટ કર્યો હતો. વધુમાં, તેમના આધારકાર્ડ અને ડ્રાઇવીંગ લાયસન્સના ફોટા પાડી લીધા હતા. આ પુરાવા વાઇરલ કરવાની ધમકી આપી આરોપીઓએ શિક્ષકના એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવી લીધો હતો અને બેંક ખાતામાંથી રૂ. 30 હજાર ઉપાડી લીધા હતા. પોલીસે 'ડમી આઈડી' બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા બદનામીના ડરથી શિક્ષકે શરૂઆતમાં માત્ર અરજી આપી હતી, પરંતુ જહાંગીરપુરા પોલીસે મામલાની ગંભીરતા જોઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટે એક ખાસ છટકું ગોઠવ્યું હતું, જેમાં શિક્ષકના જ એક મિત્ર દ્વારા ડેટિંગ એપ પર નવું આઈડી બનાવડાવી આરોપીઓ સાથે ચેટિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ જે રીતે શિક્ષકને લૂંટ્યા હતા, તે જ સ્થળે ફરી મળવા બોલાવતા પોલીસે વોચ ગોઠવીને રાજુ ભનુભાઈ મેર (ઉ.વ. 23) અને નરેશ સાજન મારૂ (ઉ.વ. 20) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના વીડિયો મળ્યા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પૈકી રાજુ મેર રત્નકલાકાર છે અને નરેશ મારું રિક્ષા ચલાવે છે. નરેશ મારું સામે અગાઉ વરાછા અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરવાના ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમની ધરપકડથી અન્ય ત્રણ ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે. પોલીસે તેમના મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેમાં અન્ય લોકોના વીડિયો પણ મળી આવ્યા છે, જ્યારે કેટલાક ડિલીટ કરાયેલા ડેટા રિકવર કરવા માટે ફોન એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પાન-મસાલા કેસમાં સલમાન ખાનને મોટી રાહત:રાજસ્થાન હાઇકોર્ટે જામીનપાત્ર વોરંટ પર સ્ટે મૂક્યો, એક્ટરને હવે જયપુર ગ્રાહક આયોગમાં હાજર થવું નહીં પડે
    Next Article
    बिजनौर में 20000 की रिश्वत लेते हुए जिला पंचायत राज अधिकारी गिरफ्तार #Nabeel Akhtar#

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment