Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ પ્રમુખ ખડગેના નિવેદનનો વિરોધ:હિંમતનગરમાં ભાજપે ગુજરાતના અપમાન મુદ્દે પ્રદર્શન કર્યું

    2 days ago

    કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં એક જાહેરસભા દરમિયાન ગુજરાતની પ્રજાને 'અભણ' કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આડકતરા પ્રહારો કર્યા હતા. આ નિવેદનની ગુજરાત સહિત દેશભરમાં ટીકા થઈ હતી. આ નિવેદનના વિરોધમાં સાબરકાંઠા ભાજપ દ્વારા બુધવારે હિંમતનગરના ટાવર ચોક ખાતે યુવા મોરચાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, મહામંત્રી પ્રેમલ દેસાઈ, ગણપતસિંહ ઝાલા, જયેશ પટેલ, યુવા મોરચાના ધવલ રાવલ, શ્રેયાંશ બારોટ, રાહુલ પટેલ, રાજુ પંચાલ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ માફી માંગે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બોરીજમાં મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન:'વેસ્ટ ટુ વેન્ડર પાર્ક'ના માર્ગમાં અવરોધરૂપ 15 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું, 8 એકર જમીન ખાલી કરાવાઈ
    Next Article
    Gujarat University exams updates | ચૂંટણીને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ફેરફાર | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment