Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસની આજે બીજી યાદી જાહેર નહીં થાય:મનપા ચૂંટણીના બાકી ઉમેદવારોના નામને લઈને આજે પ્રદેશ કોંગ્રેસની ગુપ્ત સ્થળે બેઠક, આવતીકાલે યાદી જાહેર થઈ શકે!

    5 days ago

    આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થાય તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. પહેલી યાદીમાં કોંગ્રેસે 243 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં મહાનગરપાલિકાના જ ઉમેદવારોના કેટલાક નામ જાહેર કરવામાં આવ્યા હતા. બાકી રહેલા ઉમેદવારોના નામને લઈને આજે પ્રદેશ કોંગ્રેસની મહત્વની બેઠક મળવાની છે. રાજીવ ગાંધી ભવનના બદલે અન્ય ગુપ્ત સ્થળ પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજીવ ગાંધી ભવન પર નેતાઓ પોતાના નજીકના લોકોને ટિકિટ આપવા માટે આવી જતા હોવાથી ગુપ્ત સ્થળ પર બેઠક યોજવામાં આવશે જે મોડી રાત્રે શરૂ થશે અને વહેલી સવાર સુધી ચાલવાની છે. જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોના નામને લઈને ચર્ચા થયા બાદ આખરી મહોર લગાવવામાં આવશે. જેથી આવતીકાલે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. ગત 4 તારીખે પ્રદેશ સહ પ્રભારી બી.વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કાર્યકારી અધ્યક્ષ સાથે બેઠક બાદ પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા ગત 5 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં જામનગર, ભાવનગર, સુરત, મોરબી, રાજકોટ, વડોદરા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પહેલી યાદીમાં નિર્વિવાદિત બેઠક પરના ઉમેદવારના નામની જ જાહેરાત કરવામાં આવી હતી. જો કે તેમાં માત્ર મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નહતા. જેથી હવે 11 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે છે જેના કારણે ઉમેદવારોના નામ પર આખરી મહોર લગાવવામાં આવશે. જે માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વની બેઠક બોલાવી છે. ગત 4 તારીખે રાજીવ ગાંધી ભવન પર બેઠક યોજાઈ હતી જે રાત્રે 2 વાગ્યા સુધી ચાલી હતી. જો કે આજે કોઈ દાવેદારો ઉમટે નહીં તે માટે ગુપ્ત સ્થળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાત્રે શરૂ થનારી બેઠક વહેલી સવાર સુધી ચાલવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાવાની છે. જેમાં શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખો પણ ઉપસ્થિત રહેવાના છે. તેમજ આ બેઠકમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં મૂકવામાં આવેલા ઓબ્ઝર્વરને પણ હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પણ અમુક વોર્ડમાં જ પેનલ જાહેર કરવામાં આવી છે. 32 વોર્ડમાં જ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી અન્ય વોર્ડમાં શહેર સમિતિ દ્વારા ફાઈનલ કરવામાં આવેલા ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. જે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્સ પ્રક્રિયામાં મૂકેલા 14 ઓબ્ઝર્વરને પણ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી આજની બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામ પર આખરી મહોર લગાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાર્લામેન્ટ્રી બોર્ડમાંથી ગત ટર્મના મેયર બારડની બાદબાકી:નારાજ થઈ કહ્યું-'ટિકિટ વિતરણમાં અભિપ્રાય લેવો જોઈએ પણ મને જાણ ન કરતા અવઢવમાં છું'
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સંઘવી પર આક્ષેપ બાદ ગોપાલ ઈટાલિયાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ, વરિયાવી બજારમાં મકાનનો સ્લેબ ધરાશાયી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment