Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પુષ્પા' પછી હવે 'રાકા':અલ્લુ અર્જુનનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક લુક રિવીલ; એક્ટરે બર્થ-ડે ગિફટ આપી ફેન્સને ખુશ કર્યા

    2 days ago

    અલ્લુ અર્જુન અને ડિરેક્ટર એટલીની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટાઈટલ અને ફર્સ્ટ લુક જાહેર થઈ ગયો છે. એક્ટરે તેના 44મા જન્મદિવસે ફેન્સને શાનદાર ગિફ્ટ આપતા ‘રાકા’નો લુક રિવીલ કર્યો છે. અલ્લુ અર્જુનનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક લુક ગ્લોબલ સુપરસ્ટાર અલ્લુ અર્જુને આજે પોતાના 44મા જન્મદિવસે ઈન્ટરનેટ પર ધમાકો મચાવ્યો છે. લાંબા સમયથી જે ફિલ્મની ચર્ચા 'AA22xA6' તરીકે થઈ રહી હતી, તેનું ઓફિશિયલ ટાઈટલ 'રાકા' જાહેર કરવામાં આવ્યું છે. ડિરેક્ટર એટલીના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટર જોઈને ચાહકોના રૂંવાડા ઊભા થઈ ગયા છે. પોસ્ટરમાં શું છે ખાસ? પોસ્ટરમાં અલ્લુ અર્જુન અત્યંત ડરામણા અને અનોખા અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેના હાથ વરુ જેવા છે અને પંજામાં લાંબા અણીદાર નખ છે. અડધા ચહેરાને પંજાથી ઢાંકેલો રાખ્યો છે, જ્યારે તેની આંખોમાં ગાઢ કાજલ અને ચહેરા પર તીવ્રતા જોવા મળે છે. અડધા ગંજા માથા અને રફ હેરસ્ટાઇલ સાથે અલ્લુ અર્જુનનો આ લુક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. દીપિકા પાદુકોણ સાથેની જોડી આ ફિલ્મમાં પહેલીવાર અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની જોડી જોવા મળશે. સન પિક્ચર્સ દ્વારા આ તસવીર શેર કરવામાં આવી છે. ફેન્સ આ ફિલ્મને અત્યારથી જ 'બ્લોકબસ્ટર' જાહેર કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી અને બજેટ મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, 'રાકા' એક હાઈ-ઓક્ટેન સાયન્સ-ફિક્શન ફેન્ટેસી ફિલ્મ હોઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં પુનર્જન્મ અથવા પેરેલલ યુનિવર્સ જેવો કોન્સેપ્ટ હશે. ફિલ્મમાં અલ્લુ અર્જુન એક 'દિવ્ય યોદ્ધા' અથવા કોઈ પૌરાણિક જીવના અંશ તરીકે જોવા મળી શકે છે. આ ફિલ્મનું બજેટ ₹600 થી ₹800 કરોડની આસપાસ હોવાનું મનાય છે, જે તેને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક બનાવશે. ફિલ્મ વર્ષ 2027ના ઉનાળામાં રિલીઝ થવાની શક્યતા છે. અલ્લુ અર્જુનની શાનદાર સફર તેલુગુ સિનેમાના 'આઈકોન સ્ટાર' ગણાતા અલ્લુ અર્જુને ફિલ્મી દુનિયામાં 23 વર્ષ પૂર્ણ કર્યા છે. 1985માં બાળ કલાકાર તરીકે શરૂઆત કરનાર અર્જુને 2003માં 'ગંગોત્રી'થી ડેબ્યૂ કર્યું હતું. નેશનલ એવોર્ડ વિજેતા આ અભિનેતા અત્યાર સુધીમાં 25થી વધુ ફિલ્મો આપી ચૂક્યો છે અને તેની લોકપ્રિયતા હવે માત્ર સાઉથ પૂરતી મર્યાદિત નથી રહી. , અલ્લુ અર્જુન સંબંધિત આ સમાચાર પણ વાંચો…. NASA જવાની ઊડાન એક્ટિંગ પર આવીને અટકી!:પહેલી ફિલ્મ સુપરહિટ, છતાં લુકના કારણે કામ ન મળ્યું, 18 વર્ષ પછી 'પુષ્પા'એ અલ્લુ અર્જુનને સુપરસ્ટાર બનાવ્યો એક છોકરો, જેનો જન્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઊંડી પકડ ધરાવતા એક મોટા પરિવારમાં થયો હતો. 3 વર્ષની ઉંમરે તે પહેલીવાર કેમેરા સામે આવ્યો. 20 વર્ષની ઉંમરે તેને હીરો તરીકેની પહેલી ફિલ્મ પણ સરળતાથી મળી ગઈ. નામ હતું- ગંગોત્રી, જેના પ્રોડ્યુસર બીજું કોઈ નહીં પણ તેના પિતા જ હતા. પરંતુ અસલી સંઘર્ષ આ પછી શરૂ થયો, પહેલી ફિલ્મ સુપરહિટ હોવા છતાં શ્યામ રંગતને કારણે તેને હીરો મટીરીયલ માનવામાં ન આવ્યો અને કોઈ પણ તેને કામ આપવા આગળ ન આવ્યું અને પછી એક નવા ડિરેક્ટરની ફિલ્મ બની રહી હતી. મોટા સ્ટાર્સ ફિલ્મ કરવામાં ખચકાતા હતા, ત્યારે તેની કાસ્ટિંગ કરવામાં આવી. ફિલ્મનું નામ હતું- આર્ય. લવ ટ્રાયેંગલવાળી આ ફિલ્મ સુપરહિટ રહી અને તેને સ્ટારડમ મળી ગયું. સંપૂર્ણ સમાચાર વાંચો….
    Click here to Read More
    Previous Article
    Iran Israel Ceasefire Update : सीजफायर के बाद Mojtaba Khamenei का पहला बयान आया सामने | Donald Trump
    Next Article
    દિવાળી પહેલા MPમાં UCC લાગુ કરવાની તૈયારી:મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં સંકેત આપ્યા; ગોવા-ઉત્તરાખંડ મોડેલનો અભ્યાસ કરશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment