Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના ભોલેશ્વરમાં ગટર ઉભરાઈ, રોડ પર પાણી ભરાયા:પાલિકાતંત્ર મોડે મોડે સફાઈ કરવા પહોંચ્યું, અવરજવર પ્રભાવિત

    5 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગટર ઉભરાઈ રહી હતી. ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં ગટરના પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર પાણી ભરાવાને કારણે ચાલીને જવું મુશ્કેલ બન્યું હતું અને લોકોને ફરીને જવાની ફરજ પડી હતી. આ અંગેની વિગત એવી છે કે, ભોલેશ્વર વિસ્તારમાં આવેલી ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ગટર ભરાઈ ગઈ હતી. ઢાળ અને ખુલ્લા પ્લોટમાંથી પસાર થઈને ગટરનું પાણી સ્થાનિક રહીશ પ્રેમીલાબેન પંડ્યાના ઘર આગળના રસ્તા પર ભરાઈ ગયું હતું, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા હિંમતનગર નગરપાલિકામાં જાણ કરવામાં આવતા, ગટર વિભાગના કર્મચારીઓ સાધનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ભરાયેલી ગટરની સફાઈ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગટરમાં કચરો અને કપડાં ભરાઈ જવાને કારણે પાણી ઉભરાયું હતું. ગઈકાલે વરસાદી પાણી હતું જે નીકળી ગયું હતું, પરંતુ ગટરનું પાણી રોડ પર ભરાઈ રહેતા સમસ્યા યથાવત રહી હતી. હાલ ગટરની સફાઈ થઈ ગઈ છે, પરંતુ ગટરનું પાણી હજુ પણ રોડ પર ભરાયેલું છે. આ પાણી સુકાય અથવા નીકળી જાય પછી જ અવરજવર સામાન્ય થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 12 મસાલા પેઢીઓ પર દરોડા, 45 નમૂના જપ્ત:લાયસન્સ વિનાની પેઢીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી
    Next Article
    ઢોસાના ખીરાથી થયેલા બે બાળકીના મોતનું રહસ્ય ઘેરાયું:ડોક્ટરે પોલીસને આપેલી હકીકતથી કેસમાં આવી શકે નવો ટ્વિસ્ટ, FSLએ ઘરમાંથી કપડા, વાસણ અને દવા સહિતની વસ્તુ કબ્જે કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment