Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકારણમાં ગરમાવો:ડાંગ ભાજપમાં સ્થાનિક યુવાનો હાંસિયામાં ધકેલાતા હોવાનો આક્ષેપ

    2 days ago

    ડાંગ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપના જિલ્લા પ્રભારીની ભૂમિકા સામે સંગઠનના પાયાના કાર્યકરોમાં રોષ હોવાની ચર્ચાઓ વહેતી થવા પામી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, ટિકિટ વિતરણની પ્રક્રિયામાં વર્ષોથી પાર્ટી માટે પરસેવો પાડતા નિષ્ઠાવાન અને ચૂંટણી જીતે તેવા સ્થાનિક પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. આરોપ છે કે પ્રભારી દ્વારા સંગઠનના પાયાના સૈનિકોને બદલે અન્ય પસંદગીના વ્યક્તિઓને ટિકિટ મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. જો પાયાના કાર્યકરોની અવગણના કરી 'પેરાશૂટ' ઉમેદવારો કે અન્યને પ્રાધાન્ય આપવામાં આવશે, તો ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન વેઠવું પડી શકે છે તેવી ભીતિ રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસે પણ ચૂંટણીના તૈયારીઓ કરી લીધી છે. અને તમામ બેઠકો પર ઉમેદવારો નક્કી કરી દેવાયા છે. અહીં મહત્તમ એક જ ઉમેદવાર હોવાથી શાંતિથી પ્રક્રિયા પૂર્ણતા તરફ છે. કોંગ્રેસે પણ ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરી લીધુ કોંગ્રેસ દ્વારા શરૂઆતથી જ તૈયારીઓ ચૂંટણી મુદ્દે શરૂ કરી લેવામાં આવી હતી. મહિના પહેલા જ મહત્તમ કામગીરી પૂર્ણ કરી હવે ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારોની યાદી પણ ફાઇનલ કરી છે. હવે તે અંગે મોહર મરાય એટલું જ વાર છે. >સ્નેહલ ઠાકરે , ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. માત્ર પાર્ટીના હિતમાં જ કાર્ય કરી રહ્યો છું સંગઠન પ્રભારીનું કામ સંગઠનને મજબૂત કરવાનું છે, તે જ કામગીરી હું કરી રહ્યો છું. પાર્ટીના હિતની જ કામગીરી હું કરી રહ્યો છું. પાર્ટીનું હિત જ સર્વપરી છે. >રાજેશ દેસાઇ, પ્રભારી, જિલ્લા ભાજપ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:સેવાનો ‘ઇલેક્ટ્રિક’ વેગ; રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટનો 21 સ્કૂટર સાથે ‘ગ્રીન સેવા’નો ભવ્ય પ્રારંભ
    Next Article
    Anthropic's Claude Mythos AI Exposes Critical Software Security Flaws

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment