Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગ્રા કૅન્ટ-અસારવા એક્સપ્રેસનું નિયમિત સંચાલન શરૂ:સાબરકાંઠાના મુસાફરોને વધુ સુવિધા મળશે, ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે

    9 hours ago

    NWR દ્વારા સંચાલિત આગ્રા કૅન્ટ–અસારવા એક્સપ્રેસ (ટ્રેન નં. 20178/20177)નું આજથી નિયમિત સંચાલન શરૂ થયું છે. આ નિર્ણય સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમને વધુ સુવિધા પૂરી પાડશે. આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે. ટ્રેન નંબર 20178 આગ્રા કૅન્ટથી અસારવા માટે દર બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ઉપડશે. જ્યારે ટ્રેન નંબર 20177 અસારવાથી આગ્રા કૅન્ટ માટે દર ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડશે. ટ્રેન નંબર 20178 આગ્રા કૅન્ટથી સાંજે 18:45 વાગ્યે પ્રસ્થાન કરશે. તે ગંગાપુર સિટી, સવાઈ માધોપુર, કોટા, બુંદી, ચંદેરિયા, માવલી, ઉદયપુર સિટી, ડુંગરપુર, શામળાજી રોડ અને હિંમતનગર જેવા મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આપશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 11:00 વાગ્યે અસારવા પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 20177 અસારવાથી બપોરે 15:00 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 07:15 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે. હિંમતનગર રેલવે સ્ટેશને, આગ્રા કૅન્ટ-અસારવા ટ્રેન સવારે 9:35 વાગ્યે આવશે અને બે મિનિટના રોકાણ બાદ 9:37 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, અસારવા-આગ્રા કૅન્ટ ટ્રેન સાંજે 4:18 વાગ્યે આવશે અને બે મિનિટ રોકાઈને 4:20 વાગ્યે ઉપડશે. આ નવી સુપરફાસ્ટ ટ્રેન સેવા શરૂ થવાથી હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે આગ્રા અને રાજસ્થાન તરફની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર રેલવે સ્ટેશન માર્ગે પાણી ભરાયું:સાબરકાંઠાના 7 તાલુકામાં કમોસમી વરસાદ, હિંમતનગર-તલોદમાં એક ઇંચ
    Next Article
    ‘Up to 2.5%’ clause sparks fresh row as arhtiyas seek restoration of full commission

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment