Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદ:શિહોલી મોટી શાળાના શિક્ષકે વાલીને લાફો મારતા વિવાદ, બદલીની માગ સાથે તાળાબંધીની ચીમકી

    16 hours ago

    શિહોલી મોટી પ્રાથમિક શાળામાં વાલીઓ અને શિક્ષક વચ્ચે ભારે વિવાદ સર્જાયો છે અને આ મામલે ફરિયાદો થતાં શિક્ષણ તંત્ર દ્વારા તપાસના આદેશ કરાયા છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે સવારના સમયે બાળકોને શાળાએ મૂકવા આવેલા વાલીઓને શિક્ષક અમિત પારેખે અંદર બોલાવ્યા હતા. આ દરમિયાન શિક્ષક અને વાલીઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને આ આખા ઘટનાક્રમ વચ્ચે એક વાલીને આ શિક્ષકે લાફો મારી દીધો હતો. ગ્રામજનોએ આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ શિક્ષક શાળાના સમય દરમિયાન બાળકોને ભણાવવાને બદલે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. ગ્રામજનોએ શિક્ષક પર વ્યસન કરવાના આક્ષેપ પણ કર્યા છે. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા અગાઉ પણ આ શિક્ષક સામે ફરિયાદો કરવામાં આવી હતી અને તે અંગે તપાસ પણ થઈ હતી પરંતુ ત્યારે માત્ર માફી પત્રો લખાવી અને આખી તપાસ પૂરી કરી દેવામાં આવી હતી. હાલમાં SMC સભ્યો, વાલીઓ અને ગ્રામજનોએ ભેગા મળીને આ શિક્ષકની બદલી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં પત્ર આપ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે જો શિક્ષકની બદલી કરવામાં નહીં આવે તો તેઓ શાળાને તાળાબંધી કરશે અને વિરોધ પ્રદર્શન કરશે. અગાઉ પણ અનેક વિવાદ સામે આવ્યા હતા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને ગ્રામજનોએ જણાવ્યું કે, અમિત પારેખ નોકરીની શરૂઆતથી જ વિવાદમાં રહ્યા છે. તેઓ અગાઉ આચાર્યની ઓફિસમાં સૂતા ઝડપાયા હતા. ત્યારબાદ તેઓ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા અને ટાઈમપાસ કરતા જોવા મળ્યા હતા. શિહોલી મોટી પ્રાથમિક શાળામાં અગાઉ પણ આવી બેદરકારીના કારણે એક આચાર્યની બદલી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠકબેઠક કરાવી:લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા મુદ્દે બોલાચાલી બાદ ધમાલ મચાવી હતી, 14માંથી 11 આરોપી ઝડપાયા
    Next Article
    Social media friendship turns costly: 2 men extort gold worth Rs 85.65 lakh from Bengaluru woman; held

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment