Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:દેડિયાપાડા તાલુકામાં મહિલાના દસ્તાવેજો મેળવીને યુવાને લોન લઇ હપ્તા નહીં ભર્યા

    2 days ago

    દેડિયાપાડામાં એક યુવકે મહિલાના દસ્તાવેજો મેળવીને છેતરપિંડી કરી હતી. આ કિસ્સામાં ભોગ બનેલી મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે મદદ કરી છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના એક ગામમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર એક મહિલાનો કોલ પ્રાપ્ત થયો હતો. મહિલા એ જણાવ્યા મુજબ ગામના એક યુવકે હું લોનના હપ્તા નિયમિત ભરી દઈશ તેવી ખાતરી આપી તેમના નામે લોન લીધી હતી. હપ્તા વસૂલાત માટે લોકો તેમના ઘરે આવતા હોવાથી મહિલાને સતત હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. મહિલાના જણાવ્યા અનુસાર, લગભગ ત્રણ વર્ષ અગાઉ ગામના એક યુવકે તાત્કાલિક પૈસાની જરૂરિયાત દર્શાવી મહિલાને તથા તેમના પતિના ડોક્યુમેન્ટ માગ્યા હતા. યુવકે જણાવ્યું હતું કે તે કુંવારો હોવાથી તેને લોન મળતી નથી, તેથી પતિ-પત્નીના ડોક્યુમેન્ટ પર લોન મળશે અને તે દર મહિને નિયમિત હપ્તા ભરી દેશે. વિશ્વાસમાં આવી મહિલાએ ડોક્યુમેન્ટ આપી દીધા હતા. દર મહિને હપ્તા વસૂલાત માટે લોકો મહિલાના ઘરે આવતા રહ્યા. મહિલાએ યુવકને ફોન કરતાં તેણે હપ્તો ભરવાનો ઇનકાર કરી ધમકી આપી કોલ કટ કરી દીધો હતો. આર્થિક રીતે મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા પરિવાર માટે હપ્તાની તારીખ નજીક આવતાં ભારે ચિંતા સર્જાતી હતી.માહિતી મળતા જ 181 ટીમ સ્થળ પર પહોંચી હતી. સંબંધિત યુવક બહારગામ રહેતો હોવાથી સ્થળ પર હાજર રહી શક્યો ન હતો. ટીમના સભ્યોએ યુવક સાથે ટેલિફોનિક વાતચીત કરી કાયદાકીય સમજ આપવામાં આવી હતી. યુવકે પોતાની ભૂલ કબૂલ કરી દર મહિને હપ્તો ભરી દેવાની ખાતરી આપી હતી.યુવક સ્થળ પર હાજર ન હોવાથી તેના પિતાએ લોનની બાકી રકમ ચૂકવવાની બાહેંધરી આપી હતી તથા એક મહિનાની મુદ્દત માંગી હતી.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:કુંભ ઘાટ પર કન્ટેનરનો બ્રેક ફેલ થતા 4 વાહનોને અડફેટે લેતા એકનું મોત
    Next Article
    આજે ફરી માવઠાની આગાહી:કેરીનો 40 % પાક બચ્યો છે હવે તેના પર પણ ખતરાથી ખેડૂત ચિંતાતુર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment