Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સિક્યુરિટી:જોજો, વસ્તી ગણતરીના નામે તમે છેતરાતા નહીં!

    4 days ago

    કેવલ ઉમરેટિયા 1 એપ્રિલથી આખા દેશમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. ભારતના ઈતિહાસમાં આ પહેલી સંપૂર્ણ ‘ડિજિટલ વસ્તી ગણતરી’ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે, ગ્રાઉન્ડ લેવલ પર (ઘેર-ઘેર જઈને) વસ્તી ગણતરીનું કામ થોડું મોડું શરૂ થઇ શકે. જોકે, એક વાત નક્કી માનજો કે સાયબર ગઠિયાઓએ પોતાનું કામ શરૂ કરી દીધું છે કે કઇ રીતે વસ્તી ગણતરીના નામે લોકોને ચૂનો લગાવવો. આ વખતે સરકારે નાગરિકોને ‘સેલ્ફ-એન્યુમરેશન’ (જાતે જ ગણતરી કરવાની) ડિજિટલ સુવિધા આપી છે, એટલે કે લોકો જાતે જ પોર્ટલ દ્વારા પોતાની વિગતો ભરી શકે છે. સાયબર અપરાધીઓ આ જ સુવિધાને પોતાનું નવું હથિયાર બનાવશે. આજે વાત કરવી છે કે વસ્તી ગણતરીના નામે ગઠિયાઓ કેવી રીતે ફ્રોડ કરી શકે અને તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. છેતરપિંડી કેવી રીતે થઈ શકે? નકલી લિંક અને ડરામણા SMS: તમારા ફોન પર મેસેજ આવી શકે છે, જેમાં લખ્યું હોય કે ‘તમારું વસ્તી ગણતરીનું ફોર્મ પેન્ડિંગ છે. દંડ અથવા કાનૂની કાર્યવાહીથી બચવા માટે આજે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમારી વિગતો ભરો.’ આ લિંક પર ક્લિક કરતાની સાથે જ એક નકલી વેબસાઈટ ખુલશે જે એકદમ અસલી સરકારી વેબસાઈટ જેવી જ દેખાતી હશે. ત્યાં ફોર્મ ભરતી વખતે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ખાતાની વિગતો માંગવામાં આવશે. એપના નામે ખતરનાક .apk ફાઈલ: ગઠિયાઓ જાણે જ છે કે આ વખતે ડિજિટલ વસ્તી ગણતરી છે, એટલે તેઓ તમને વૉટ્સએપ પર મેસેજ કરશે: ‘માથાકૂટથી બચવા માટે સરકારની નવી Census App ડાઉનલોડ કરો.’ આ મેસેજની સાથે તેઓ એક .apk ફાઈલ મોકલશે. જેવી તમે આ ફાઈલ ઇન્સ્ટોલ કરશો, કે તરત જ આ વાઈરસ તમારા ફોનનો આખો કંટ્રોલ (તમારા SMS, OTP અને બેંકિંગ વિગતો) ગઠિયાઓને આપી દેશે અને તરત ખાતું સાફ થઈ જશે. ફોન પર નકલી અધિકારી: ગઠિયાઓ તમને ફોન કરીને કહેશે, ‘હું વસ્તી ગણતરી વિભાગમાંથી બોલું છું. તમારો ડેટા ડિજિટલ પોર્ટલ પર અપડેટ કરવાનો છે. તમારા મોબાઈલ પર એક વેરિફિકેશન કોડ (OTP) આવ્યો હશે, તે જણાવો.’ યાદ રાખો, અધિકારી બનીને વાત કરી રહેલી એ વ્યક્તિ ખરેખર તમારું બેંક એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરી રહી હશે. શું ધ્યાનમાં રાખવાનું છે? કોઈ દસ્તાવેજ ન આપવા: સરકારે સ્પષ્ટ કર્યું છે કે વસ્તી ગણતરી દરમિયાન તમારે કોઈ પણ કાગળિયા કે દસ્તાવેજ (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે બેંક પાસબુક) બતાવવાની કે તેની નકલ આપવાની જરૂર નથી. જો કોઈ ‘એજન્ટ’ તમારી પાસે બેંકની વિગતો માંગે, તો સમજી લેવું કે તે ફ્રોડ છે. OTP કે પાસવર્ડ ક્યારેય શેર ન કરો: વસ્તી ગણતરી વિભાગ ક્યારેય રૂબરૂ કે ફોન પર કોઈ OTP, ATM પિન કે UPI પાસવર્ડ માંગતું નથી. ઓફિશિયલ પોર્ટલનો જ ઉપયોગ કરો: જો તમે ‘સેલ્ફ-એન્યુમરેશન’ (જાતે ઓનલાઈન માહિતી ભરવાનો) વિકલ્પ પસંદ કરો છો, તો ભારત સરકારના ઓફિશિયલ પોર્ટલ https://se.census.gov.in/ પર જ જાઓ. ગૂગલ પર સર્ચ કરીને કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો. અજાણી એપ (.apk) ડાઉનલોડ ન કરો: ખાસ યાદ રાખો કે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી સામાન્ય લોકો માટે સેલ્ફ-એન્યુમરેશન (સ્વ-ગણતરી) કરવા માટે કોઈ અલગ એપ્લિકેશન નથી. જે લોકોને જાતે પોતાની વિગતો ભરવી હોય તેઓ અત્યારે માત્ર અને માત્ર સત્તાવાર વેબ પોર્ટલ પર જ આ પ્રક્રિયા કરી શકે છે. અત્યારે જે એક-બે એપ્સ છે, તે માત્ર સરકારી અધિકારીઓ અને ગણતરી કરનારાઓ માટે જ છે. એટલે વસ્તી ગણતરીના નામે વૉટ્સએપ કે SMS પર આવેલી કોઈ પણ ‘.apk’ ફાઈલને તરત જ ડિલીટ કરી દો. વસ્તી ગણતરી દેશનું સૌથી મોટું કામ છે, જેમાં દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે. આ ફરજને ચોક્કસ પૂરી કરો, પરંતુ સાવચેતી સાથે. જો ભૂલમાં ફ્રોડ થાય તો 1930 પર કોલ કરો અને cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
    Click here to Read More
    Previous Article
    મેંદી રંગ લાગ્યો:મને નથણી ઘડાવી દેને સોનીડાના છોકરા રે…
    Next Article
    મનદુરસ્તી:શું આ જીવન અટકી ગયેલું અને અર્થહીન લાગે છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment