Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રયાત્રીઓ આજે ક્યાં હશે?:અવકાશયાત્રીઓને ધરતી પર પરત ફરવાનું ટાણું છે. એમના દસેય દિવસનું ટાઈમટેબલ શું છે?

    3 days ago

    એ પ્રિલ 1970માં રવાના થયેલા એપોલો-13 મિશનના 3 અવકાશયાત્રીઓને ધરતી પર પરત આવવું ભારે પડી ગયું હતું, કેમ કે તેમના યાનની ઓક્સિજન ટેન્ક ફાટી હતી. ચંદ્ર પર ઉતરાણ કરવાનું તો ઠીક, ધરતી પર પરત આવવાનાં જ ઠેકાણાં રહ્યાં ન હતાં. યાનમાં કાર્બનનું સતત વધતું પ્રમાણ પડકારજનક બન્યું હતું. જેમ્સ લોવેલ, જેક સ્વિગર્ટ અને ફ્રેડ હેઈસે પાણી વાપરવામાં પણ વારા કરવા પડ્યા હતા. એ વખતે તેમનું યાન અમુક અંશે કાબુ બહાર હતું. પ્રવાસ કરતાં કરતાં ચંદ્રની આગળ ધરતીથી 4,00,171 કિલોમીટરના અંતરે પહોંચ્યું હતું. ધરતી પરનો કોઈ મનુષ્ય અવકાશમાં સૌથી દૂર ગયાનો એ વિક્રમ હતો. એ વિક્રમ હવે તૂટ્યો છે. આર્ટિમસ-2ના ચાર અવકાશયાત્રીઓને લઈને તેમનો ઓરિયાન સ્પેસક્રાફ્ટ છેક 4,06,773 કિલોમીટરની સફરે પહોંચ્યુ છે. અલબત્ત, પ્રવાસમાં કોઈ વિઘ્ન નહીં આવ્યું હોય તો એ અત્યારે પરત આવી રહ્યા હશે. આર્ટિમસ-2ના ચારેય ચંદ્રયાત્રીઓએ ચંદ્ર પર ઉતરવાનું નથી, ચંદ્રની પરિક્રમા કરીને એટલે એક રીતે ડેલે હાથ દઈને આવવાનું છે. 1972ના છેલ્લા એપોલો મિશન પછી અમેરિકાએ કે દુનિયાના કોઈ દેશે ચંદ્ર પર અવકાશયાત્રીઓ મોકલ્યા નથી. આર્ટિમસ-2 એ 1972 પછીની સમાનવ ચંદ્રયાત્રાનો પહેલો પ્રસંગ છે. આર્ટિમસ-3 સંભવત 2027માં રવાના થશે અને ચંદ્રયાત્રીઓ ચંદ્ર પર ઉતરાણ પણ કરશે. દરમિયાન આ પ્રવાસમાં અવકાશયાત્રીઓ રોજેરોજ ક્યાં હશે અને શું કરશે તેનો હિસાબ જાણીએ... 1લી એપ્રિલ 322 ફીટ ઊંચા સ્પેસ લોન્ચિંગ સિસ્ટમ (એસએલએસ) રોકેટની ટોચે આવેલી ઓરિયાન કેપ્સ્યૂલમાં ચારેય અવકાશયાત્રીઓ રેઈડ વાઈઝમેન, વિક્ટર ગ્વોલર, ક્રિશ્ટિનાના કોચ અને જેરેમી હેન્સન ગોઠવાયા. અવકાશયાત્રીઓ પસંદ કરતી વખતે અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ વૈવિધ્યનું પણ ધ્યાન રાખ્યું હતું. જેમ કે ક્રિશ્ટિના મહિલા છે, તો જેરેમી કેનેડાના છે. એટલે કોઈ પરદેશી અવકાશયાત્રી ચંદ્ર પર પહોંચે, કોઈ મહિલા પહોંચે એ વિક્રમો પણ આ યાત્રા સાથે સ્થાપિત થયા છે. સાંજે 6.35 કલાકે રોકેટ રવાના થયું. 27.5 લાખ લિટર પ્રવાહી બળતણમાંથી 75 ટકા બળતણ પહેલી 2 મિનિટમાં જ ભસ્મ થયું, કેમ કે તો જ 2800 ટનથી વધુ વજનના રોકેટને ઊંચકી શકાય. સાડા ત્રણ કલાક પછી ઓરાયન કેપ્સ્યૂલ રોકેટમાંથી અલગ પડી. 2 એપ્રિલ રોકેટમાંથી છૂટા પડ્યા પછી ઓરાયન સ્પેસક્રાફ્ટ સીધું ચંદ્ર તરફ જઈ ન શકે. ધરતીને પ્રદક્ષિણા કરે, ક્રમશ પોતાનો માર્ગ નક્કી કરે. મુશ્કેલ કામ ધરતીના વાતાવરણ બહાર નીકળવાનું છે. બહાર નીકળવા માટે ઓરાયનમાં ફીટ થયેલા નાનાં રોકેટ ફાયર થયાં અને તેના ધક્કાથી એ ધરતીના વાતાવરણ બહાર નીકળ્યું. 3-4 એપ્રિલ ધરતીના વાતાવરણમાંથી એટલે કે ગુરુત્વાકર્ષણની પકડમાંથી બહાર નીકળીને ચંદ્રના ગુરુત્વાકર્ષણ સુધી પહોંચવાનો આ સમયગાળો હતો. અવકાશયાત્રીઓ જ્યાં પહોંચ્યા તેને ડીપ સ્પેસ એટલે દૂરનું અવકાશ કહેવાય. ત્યાં ઓરાયન સ્પેસક્રાફ્ટ ચંદ્ર તરફ આગળ વધતું રહ્યું. પ્રયોગો થતાં રહ્યાં. 5 એપ્રિલ ચંદ્રયાત્રામાં ડગલે ને પગલે પડકાર હોય. એ પૈકીનો એક પડકાર ચંદ્રના વાતાવરણમાં પ્રવેશનો છે. જરૂર મુજબ સ્પેસક્રાફ્ટની સ્પીડમાં વધ-ઘટ કરીને ચંદ્રના વાતાવરણમાં પ્રવેશ કર્યો. જો ચંદ્ર પર ઉતરાણ કરવાનું હોત તો વધુ મોટો પડકાર આવત. 6 એપ્રિલ ઓરાયને ચંદ્ર ફરતે ભ્રમણ કર્યું. એ દરમિયાન ચંદ્રની સપાટીથી તેનું અંતર 6500 કિલોમીટરથી લઈને 10 હજાર કિલોમીટર સુધીનું હતું. ધરતી પરથી ચંદ્રનો જે ભાગ નથી દેખાતો એ પાછલા ભાગનું પણ અવકાશયાત્રીઓએ અવલોકન કર્યું. દરેક વખતે ફોટોગ્રાફ્સ લેવાનું તો ચાલુ જ હોય. એ વખતે જ ક તબક્કો એવો આવ્યો જ્યારે ચંદ્રની પાછળ હતા અને ધરતીથી દૂર પણ હતા. માટે યાન ધરતીથી છેક 4,06,773 કિલોમીટરે પહોંચ્યું હતું. કોઈ પણ અવકાશયાત્રીઓ દ્વારા એ સૌથી દૂરની યાત્રા હતી. 7-8-9 એપ્રિલ હવે સમય પરત આવવાનો. ચંદ્રની ભ્રમણકક્ષાના ગુરુત્વ મોહમાંથી છૂટીને ઓરાયને ધરતી તરફ રવાના થવાનું છે. સામાન્ય રીતે ચંદ્રના ગુરુત્વાકર્ષણમાંથી નીકળવા માટે સ્પેસક્રાફ્ટમાં રહેલા રોકેટ ફાયર કરવા પડે. પરંતુ આ વખતે નાસા ‘સ્લિંગશો’ એટલે કે ગોફણ પદ્ધતિ વાપરી રહી છે. પરિભ્રમણ વખતે જ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ યાનને ધક્કો મારે જેથી એ વાતાવરણની બહાર ફેંકાઈ જાય. આ વખતના મિશનમાં આ પદ્ધતિની સફળતા પણ એક મોટો પડકાર હતો. અત્યારે અવકાશયાત્રીઓ ચંદ્રની કક્ષામાંથી બહાર નીકળીને ધરતી પર પરત આવતા રસ્તામાં હશે. જો કોઈ આકસ્મિક સંજોગો સર્જાય તો બધાં જ ટાઈમટેબલો ફરી જાય એ પણ સીધી વાત છે. 10 એપ્રિલ ઓરાયન સ્પેસક્રાફ્ટમાં ક્રૂ ઉપરાંત સર્વિસ મોડ્યુલ પણ છે. ધરતીના વાતાવરણમાં પ્રવેશ પહેલાં એ અલગ પડી જશે. ક્રૂ મોડ્યુલ ધરતીના વાતાવરણમાં પ્રવેશ કરશે. એ વખતે કલાકના 40 હજારથી વધારે કિલોમીટરની સ્પીડનો રેકોર્ડ સર્જશે. ત્યારે પ્રચંડ વેગને કારણે અવકાશયાન પરત આવે ત્યારે સળગી જવાનો સૌથી વધુ ભય હોય છે, કેમ કે યાનને 2700 ડિગ્રીથી વધારે તાપમાન અનુભવાશે. આકાશમાંથી આવતી ઉલ્કાઓ એ સ્તરે જ સળગી જાય છે અને ધરતી પર તેની રાખ કે નાના ટુકડા જ પહોંચી શકે છે. ત્યારે સ્પેસક્રાફ્ટ સલામત રહેવું જોઈએ. વાતાવરણમાં પ્રવેશ્યા પછી ક્રૂ મોડ્યુલની પેરેશૂટ ખુલશે. ઝડપ 40 હજાર કિલોમીટરથી ઘટીને 25 કિલોમીટર થશે. ત્યાં પહેલેથી હાજર અમેરિકી નૌકાદળના જહાજો અવકાશયાત્રીઓને આવકારશે.
    Click here to Read More
    Previous Article
    આજ-કાલ:781 વર્ષ ચાલ્યું એક યુદ્ધ
    Next Article
    ઊંઘનો 'ઓવરટાઇમ' હાર્ટ માટે વરદાન!:11 મિનિટ વધુ સૂવો, 5 મિનિટ કસરત વધારો અને હાર્ટ એટેકથી બચો; લેટેસ્ટ રિસર્ચનો ખુલાસો, જાણો સ્વસ્થ હૃદય માટેનો ગોલ્ડન રૂલ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment