Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ બે આપઘાતના બનાવ:લગ્ન ગીતો ગવાઈ એ પહેલા યુવાને ગળેફાંસો ખાઈ અને ઝેરી દવા પી વૃદ્ધે જીવન ટૂંકાવ્યું

    10 hours ago

    રાજકોટમાં વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે જેમાં સગાઇ બાદ પરિવાર લગ્નની તારીખ નક્કી કરી લગ્ન ગીતો ગાય એ પહેલા રૈયાધાર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જયારે રાજકોટ નજીક ખીજડીયા ગામે વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લેતા બન્ને બનાવમાં પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રોહિત રઘુભાઈ કુવરીયા (ઉં.વ.20) ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે જાણ થતા 108ને જાણ કરતા 108ના EMTએ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો અને બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રોહિત મૂળ રાધનપુરનો વતની હતો. અહીં માતા પિતા સાથે રહી મજૂરી કામ કરતો હતો. ગઈકાલે રાત્રે માતા-પિતા ઘરે હાજર ન હતા ત્યારે રોહિતે રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી રોહિતની સગાઈ તેના વતન રાધનપુર ખાતે રહેતી યુવતી સાથે થઈ હતી અને ટૂંક સમયમાં જ તેના લગ્ન થવાના હતા પરિવારજનો લગ્નની તારીખ નક્કી કરી લગ્ન ગીત ગાય એ પહેલા યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીન છવાઈ જવા પામી છે. જો કે અપઘાત અંગે કારણ જાણવા ન મળતા યુનિવર્સીટી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ખીજડીયાના વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું ખીજડીયાના બાબુભાઈ સાવલીયા (ઉ.વ.63)એ ગઈકાલે સાંજે 6:30 વાગ્યા આસપાસ પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજ રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક બાબુભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે જો કે વૃદ્ધે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    AAPની યાદીમાં છબરડો, એક વોર્ડમાં 5 ઉમેદવાર જાહેર કરી દીધા:ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મિનીબા આપમાં જોડાયા, ભાજપમાં ટિકિટ માટે 60 વર્ષની મર્યાદા અને 3 ટર્મ ફોર્મ્યુલા લાગુ
    Next Article
    આગ અને છેતરપિંડી માટે પોલીસ-વેપારીઓ વચ્ચે ‘મહા-સંવાદ’ યોજાયો:સુરક્ષા માટે નવો પ્લાન, ફાયર સેફ્ટી, ઈન્શ્યોરન્સ અને ભાડુઆતોની તપાસ માટે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment