Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંટડીના ગુમ યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી:ગામ નજીક ડુંગર પર ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો

    8 hours ago

    હિંમતનગર તાલુકાના વાંટડી ગામનો એક યુવક છેલ્લા દસ દિવસથી ગુમ હતો. મંગળવારે તેનો મૃતદેહ ગામ નજીકના ડુંગર પરના જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ગાંભોઈ પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાંટડી ગામના વિશાલસિંહ કમલેશસિંહ સોલંકી (ઉંમર આશરે 24 વર્ષ) ગાંભોઈમાં આવેલા એક મેડિકલ સ્ટોર્સમાં નોકરી કરતા હતા. તેઓ છેલ્લા નવ-દસ દિવસથી ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી અને જાણવાજોગ નોંધ પણ કરાવી હતી. મંગળવારે ગ્રામજનોને ગામના ડુંગર પર એક ઝાડ પર યુવકનો મૃતદેહ લટકતો હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા તે ગુમ થયેલા વિશાલસિંહ સોલંકીનો જ મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે અગમ્ય કારણોસર ઝાડ સાથે કપડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાય છે. ઘટનાની જાણ થતા ગાંભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI બાલુસિંહ ચૌહાણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતદેહ દસ દિવસ જૂનો હોવાથી તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ આરોગ્ય દિવસે વિજયનગરમાં HPV રસીકરણ જાગૃતિ કાર્યક્રમ:કિશોરીઓ માટે ગર્ભાશયમુખ કેન્સર સામે SBCC અભિયાન યોજાયું
    Next Article
    Gaurav Gera Reveals Dhurandhar Audition Scene That Landed Him Aalam Bhai Role

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment