Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતનું અપમાન સહન નહીં કરાય:કોંગ્રેસ અધ્યક્ષની ગુજરાત વિરોધી ટિપ્પણીના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેટ ખાતે ‘મૌન ધરણા’

    14 hours ago

    રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે આ નિવેદનના વિરોધમાં આજે ભાવનગર મહાનગર ભાજપ દ્વારા શહેરના ઘોઘા ગેટ ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ​આ પ્રસંગે ભાવનગર શહેર ભાજપના ઉપપ્રમુખ ડો. હરેશ નાવડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી તેમજ વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવા વીર સપૂતો આપ્યા છે, જેમણે દેશને વિશ્વ ફલક પર સર્વોચ્ચ સ્થાન અપાવવા પોતાનું જીવન સમર્પિત કર્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વારંવાર કરવામાં આવતા ગુજરાતના અપમાનનો જનતાએ આગામી ચૂંટણીમાં મતાધિકાર દ્વારા એવો 'કરારો જવાબ' આપવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ ગુજરાતીઓ વિરુદ્ધ બોલતા પહેલા સો વાર વિચાર કરે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સદસ્યઓ, શહેરના તમામ મોર્ચા - સેલના હોદ્દેદારઓ, તમામ વોર્ડના પ્રમુખ - મહામંત્રીઓ તથા વોર્ડ સંગઠનના હોદ્દેદારઓ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખડગેના નિવેદન સામે જૂનાગઢ ભાજપમાં રોષ પ્રતિક:​ગુજરાતીઓને ‘મૂર્ખ’ કહેતા જૂનાગઢ ભાજપ આકરા પાણીએ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન વિરુદ્ધ ભાજપે ધરણા યોજી માફીની માંગ કરી
    Next Article
    વેરાવળમાં ભાજપનું મહા જનસંપર્ક અભિયાન:સ્થાપના દિવસ નિમિત્તે વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment