Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર જિલ્લામાં ઉત્તર ભારત જેવા દ્રશ્યો સર્જાયા:બપોર બાદ વરસાદ અને કરા પડ્યાં, કેટલાક વિસ્તારોમાં ધોધમાર, ક્યાંક ધીમીધારે

    18 hours ago

    હવામાન વિભાગની આગાહી મુજબ, મહીસાગર જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આ પલટાને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉત્તર ભારત જેવા દૃશ્યો સર્જાયા હતા. કેટલાક વિસ્તારમાં કરાં પડ્યા છે. લુણાવાડા તાલુકાના તાલધામોદ, લાલસર, સાધકપુર, વખતપુર, સરોલી, જુફરાલી અને કડાછલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. લુણાવાડા શહેરમાં પણ ધીમી ધારે હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, વીરપુર નગર અને બાલાસિનોર તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ થયો હતો. વાતાવરણમાં આવેલા આ પલટા અને વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. લુણાવાડા તાલુકાના સરોલી, ખેમપુર, ડેટા સહિત કોઠંબા, કડાછલા ગામના કરા સાથે વરસાદ વરસ્યો છે.જ્યારે બાલાસિનોર તાલુકાના દોલતપોરડા સહિત કેટલાક ગામોમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે વીરપુર શહેરમાં પણ વરસાદ વરસ્યો છે જેના કારણે બજારોમાંથી પાણી વહેવા લાગ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત માથે ત્રણ સિસ્ટમ:અનેક જિલ્લામાં કરા સાથે વરસાદ, આ વર્ષે ચોમાસું નબળું રહેવાનું સ્કાયમેટનું અનુમાન, જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ
    Next Article
    ખડગેના નિવેદન સામે જૂનાગઢ ભાજપમાં રોષ પ્રતિક:​ગુજરાતીઓને ‘મૂર્ખ’ કહેતા જૂનાગઢ ભાજપ આકરા પાણીએ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન વિરુદ્ધ ભાજપે ધરણા યોજી માફીની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment