Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં વાતાવરણ પલટાયું, ભારે પવન સાથે માવઠું:બાયડ કરાં સાથે માવઠું અને મોડાસા, મેઘરજ પંથકમાં કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ

    15 hours ago

    અરવલ્લી જિલ્લામાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ મોડાસા, મેઘરજ અને માલપુર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઘટનાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. બાયડ પંથકમાં કરાં સાથે માવઠું પડ્યું છે. જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ભારે પવન ફૂંકાયો હતો. મોડાસા શહેર ઉપરાંત આનંદપુર કંપા, ખાલીકપુર, ટીંટોઇ, ઉમેદપુર, જીવણપુર સહિતના અનેક ગામોમાં તોફાની વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં વાવેલા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને બાજરી, મકાઈ અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની શક્યતા છે. હાલ પણ વાતાવરણમાં પલટો યથાવત છે અને વધુ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ બાયડ પંથકમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આજે સાંજના સુમારે આ વિસ્તારોમાં તોફાની વરસાદ નોંધાયો હતો. બપોર બાદ જિલ્લાનું વાતાવરણ બદલાયા પછી, સાંજે બાયડ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ભારે પવન અને વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું હતું. બોરમઠ, વારેણાં અને અરજણ વાવ સહિતના ગામોમાં બરફના કરા પડ્યા હતા. સ્થાનિક રહીશોના ચોકમાં પણ કરા જોવા મળ્યા હતા. નાના બાળકો આ કરા હાથમાં લઈને રમતા જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય સાવલાણી સામે ખંડણી બાદ વ્યાજખોરીની ફરિયાદ:'ટાંટીયા ભંગાવી નાખીશ', જૂનાગઢમાં વ્યાજવટાવનો કાળો કારોબાર, ડ્રાઈવર પાસે બે કોરા ચેક લખાવી લીધા
    Next Article
    Every Bengaluru corporation must buy a pothole-filling machine: GBA chief Maheshwar Rao

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment