Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે મારા ઘરે જઈ માતા સાથે ગાળાગાળી કરી- ઈટાલિયા:'હર્ષ સંઘવી તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી નથી પડતા, હું વિસાવદરમાં જ છું જ્યારે ધરપકડ કરવી હોય છૂટ છે'

    4 days ago

    ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જ આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગોપાલ ઈટાલિયાના સુરતમાં આવેલા ઘર પર પોલીસે પહોંચી વૃદ્ધ માતા સાથે ગાળાગાળી અને ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. એક વીડિયોના માધ્યમથી ગોપાલ ઈટાલિયાએ પ્રહાર કરતા કહ્યું કે, હર્ષ સંઘવી, તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી પડતા નથી. તમારે મારી સાથે તકલીફ હોય તો હું વિસાવદરમાં જ છું. જે કલમ હેઠળ જ્યારે ધરપકડ કરવી હોય તેની છૂટ છે. અમે ડરી જવાના નથી. હર્ષ સંઘવી એક મહિનાથી પોતાને તીર માર ખાં સમજે છે- ગોપાલ ઈટાલિયા ગોપાલ ઈટાલિયાએ ફેસબુક લાઈવના માધ્યમથી પોલીસ અને હર્ષ સંઘવી પર આક્ષેપ કરતા કહ્યું કે, છેલ્લા એક મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 'તીસ માર ખાં' સમજે છે. કઈ વાંધો નહીં, ઘણા તીસ માર ખાં આ દેશે જોયા છે, અમે જોયા છે અને સમય સાથે હાલના તીસ માર ખાની પણ વ્યવસ્થા થઈ જાહે જનતા દ્વારા. હર્ષ સંઘવીએ મારા પરિવારના સભ્યોને ધમકાવવાનું કામ કરાવ્યું- ગોપાલ ઈટાલિયા આજે એવું થયું કે હર્ષ સંઘવીએ સવાર-સવારમાં મારા ઘરે પોલીસવાળાને મોકલ્યા. હું તો અત્યારે વિસાવદર બેઠો છું, આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર IB પાસે છે, મારું લોકેશન IB પાસે છે, મારી બીજી બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે, એને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, સુરત. એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલા તો સીધેસીધા મારા ઘરે ગયા, થોડીઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ અને પછી પાછળથી પાછો સારો એવો વીડિયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. તમારા IPSમાં તાકાત હોય તો મારી ધરપકડ કરી લેવાની છૂટ છે- ઈટાલિયા ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, અમે કંઈ ફાટી પડતા નથી. તમારામાં અને આઈપીએસમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. જ્યારે મજા આવે ત્યારે, જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. મારા માતા સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે, ના બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીની સાથે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને જે હોશિયારીઓ બતાવી છે એ બિલકુલ વ્યાજબી વાત નથી.મારી મા સિનિયર સિટીઝન છે. હું રાજકારણમાં છું, મારા મમ્મીએ તો મને ઘણું કીધેલું કે બેટા રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખાઓ હોય, આમાં ગુંડાઓ હોય, બેટા આપણે આ નો કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ નો આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો. પરંતુ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય, તો હવે હુંય રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પૂરવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ. ભાવનગરના કેસમાં પોલીસ સમન્સ લઈને ઈટાલિયાના ઘરે ગઈ હતી- ડીસીપી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપ અંગે સુરતના ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભાવનગર કેસમાં સમન્સ લઈને પોલીસ તેમના ઘરે ગઈ હતી. તેમનું ઘર ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવે છે. જોકે તેઓ ઘરે નહોતા એટલે પોલીસ પરત આવી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    તળાવમાં માછલી પકડવા ગયેલી કિશોરીનું કરૂણ મોત:પગ લપસ્યા બાદ પાણીમાં ડૂબી જતા જીવ ગૂમાવ્યો, વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસે કાળજું કંપાવતી ઘટના
    Next Article
    મહીસાગર જિલ્લામાં બપોર બાદ વરસાદ:કેટલાક વિસ્તારોમાં ધોધમાર, ક્યાંક ધીમીધારે કમોસમી વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment