Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનમાં અનેક સ્થળો પર હુમલા:ખાર્ગમાં ઓઈલ ટર્મિનલને નિશાન બનાવ્યું, કોમ-કાશાનમાં પુલ ઉડાવ્યા; ઈરાનનો શારજાહમાં જવાબી હુમલો

    2 days ago

    અમેરિકા અને ઈઝરાયલે મંગળવારે ઈરાનના વિવિધ સ્થળો પર હુમલા કર્યા છે. સૌથી મોટો હુમલો ખાર્ગ આઈલેન્ડ પર થયો હતો, જ્યાં ઓઈલ ટર્મિનલને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાનનું અંદાજે 80 થી 90% ક્રૂડ ઓઈલ અહીંથી જ નિકાસ થાય છે. આ દરમિયાન કોમ અને કાશાનમાં પણ પુલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કાશાન પાસે આવેલા યહ્યાબાદ રેલવે બ્રિજ પરના હુમલામાં 2 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં તબરીઝ-ઝંઝાન હાઈવેના પુલ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં (અમેરિકી સમય મુજબ) હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે, તો તેના મહત્વના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવશે. આ હુમલાઓના જવાબમાં ઈરાને વળતી કાર્યવાહી કરતા UAE ના શારજાહમાં હુમલો કર્યો છે. ઈરાન પહેલા જ કહી ચૂક્યું હતું કે તે હવે ચૂપ બેસી રહેશે નહીં અને અમેરિકા તથા તેના સાથી દેશોના ઠેકાણાઓને નિશાન બનાવશે. ટ્રમ્પે ઈરાનને 1 રાતમાં તબાહ કરવાની ધમકી આપી ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનને “એક જ રાતમાં ખતમ કરી શકાય છે.” તેમણે ચેતવણી આપી કે જો ઈરાન નિર્ધારિત સમય પહેલા અમેરિકા સાથે સમજૂતી નહીં કરે, તો કાર્યવાહી ક્યારેય પણ થઈ શકે છે અને તે મંગળવાર રાત્રે પણ થઈ શકે છે. ટ્રમ્પની શરત છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ખોલે. આ તે જ રસ્તો છે, જ્યાંથી દુનિયાના લગભગ 20% તેલનો પુરવઠો પસાર થાય છે. આ માટે તેમણે મંગળવાર રાત્રે 8 વાગ્યે (વોશિંગ્ટન સમય) સુધીની ડેડલાઇન આપી છે, જે ભારતમાં બુધવારે સવારે 5:30 વાગ્યે થાય છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે ઇરાનના નેતાઓ વાતચીત તો કરી રહ્યા છે, પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે કોઈ સમજૂતી થશે કે નહીં. બીજી તરફ, ઇરાને અસ્થાયી યુદ્ધવિરામના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. તેણે કહ્યું છે કે તે કાયમી સમાધાન ઇચ્છે છે અને તેના પર લાગેલા પ્રતિબંધો હટાવવામાં આવે. ઈરાન યુદ્ધ સંબંધિત વધુ અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    T-20 વર્લ્ડકપ વિવાદ પછી BCB પ્રમુખને હટાવ્યા:તમીમ ઇકબાલને એડ-હોક કમિટીના વડા બનાવ્યા; 90 દિવસની અંદર ચૂંટણી
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોસ્ટમોર્ટમ માટે બાળકીની લાશ બહાર કાઢી, પિતાના નિધનથી 'તારક મહેતા...' ફેમ દિશા વાકાણી ભાંગી પડી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment