Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ શહેર પોલીસ સજ્જ:વડોદરા પોલીસ કમિશનરે કહ્યું: ચૂંટણી દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા સચોટ એક્શન પ્લાન તૈયાર, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે, કાયદો ભંગ કરનારાઓને છોડવામાં નહી આવે

    12 hours ago

    વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ બની છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ જ રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીઓ કરવામાં આવી હોવાથી તમામ કર્મચારીઓની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી દરમિયાન અનુસરવાના માર્ગદર્શનો અને જવાબદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી દરમ્યાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સચોટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો ભંગ કરનારાઓને બરદાશ્ત કરવામાં આવશે નહીં. પોલીસ દ્વારા શહેરમાં લાયસન્સ ધરાવતા હથિયારો જમા કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 25 ટકા કરતાં વધુ હથિયારો જમા થઈ ચૂક્યા છે. સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં 11 ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેથી અકસ્માતો અને કાયદો ભંગ થવાના બનાવોને રોકી શકાય. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ શાંતિ જાળવવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચિયર લિડરે કોને ફ્લાઇંગ કિસ આપી?:ફિમેલ ફેને ક્રિકેટરનો હાથ ખેંચી લીધો, ઠેકડા માર્યાં; KKR ટ્રોલ થઈ, SRK ભડક્યો!, જુઓ VIDEO
    Next Article
    Bangladesh Board Chief, Who Was Bystander During Strained Relations With BCCI, Fired

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment