Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી- નાસિક સ્ટેટ હાઇવે પર બે કન્ટેનર વચ્ચે અકસ્માત:એક કન્ટેનર ચાલકનું મોત; બીજા કન્ટેનરમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી વલસાડ સિવિલ ખસેડાયો

    11 hours ago

    વલસાડ જિલ્લાના નાનાપોંઢા પંથકમાં વાપી-નાસિક સ્ટેટ હાઇવે પર આજે કાળમુખા બનેલા એક બેફામ કન્ટેનર ચાલકે હાઈવે પર મોતનું તાંડવ મચાવતા ચાર વાહનોને ક્રૂરતાપૂર્વક અડફેટે લીધા હતા. આ ભયાનક દુર્ઘટનામાં સામેથી આવી રહેલા અન્ય એક કન્ટેનરના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે શ્રેણીબદ્ધ અકસ્માત સર્જનાર ચાલક પોતે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો પોલીસની પ્રાથમિક તપાસના નિષ્કર્ષ મુજબ, મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી 42 વર્ષીય બ્રિજેશકુમાર શ્યામસીંગ કન્ટેનર નંબર GJ-18-BT-4177 લઈને નાનાપોંઢાથી કપરાડા તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. આ દરમિયાન માંડવા કુંભઘાટ પાસે આવેલા યાદવ ઢાબા નજીક તેણે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી દેતા અકસ્માતની વણજાર સર્જાઈ હતી એક પછી એક વાહનોને ફંગોળ્યા કાબૂ બહાર ગયેલા આ કન્ટેનરે સૌ પ્રથમ માર્ગ પર પસાર થતી પીકઅપ નંબર MH-14-MT-9551 ને જોરદાર ટક્કર મારી પલટી ખવડાવી દીધી હતી. હજુ તો લોકો કંઈ સમજે તે પહેલા જ આ કન્ટેનરે બીજી પીકઅપ નંબર MH-14-MH-7846 ને અડફેટે લેતા તેમાં ભરેલો માલ-સામાન વેરવિખેર થઈ ગયો હતો. વિનાશની આ વણઝાર અહીં જ ન અટકતા, ચાલકે આઈસર ટેમ્પો નંબર GJ-23-AW-8562 ને પણ પાછળથી પ્રચંડ ઠોકર મારી હતી. અંતે, કાળમુખું કન્ટેનર સામેથી આવી રહેલા અન્ય કન્ટેનર નંબર GJ-27-TD-7435 સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતની આ શ્રેણી વિકરાળ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. એકનું ઘટનાસ્થળે જ મોત આ આખરી અથડામણ એટલી પ્રચંડ હતી કે સામેથી આવતા કન્ટેનરના ચાલકનું ગંભીર ઈજાઓને કારણે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માત સર્જનાર ચાલક બ્રિજેશકુમાર લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાઈવે પર ટ્રાફિક જામ, લોકોના ટોળા ઉમટ્યા ઘટનાની જાણ થતા જ હાઈવે પર વાહનોના પૈડાં થંભી ગયા હતા અને કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતનો ભયાનક મંજર જોઈ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, જેને પગલે વાહનવ્યવહાર લાંબા સમય સુધી ખોરવાયેલો રહ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આ રક્તરંજિત બનાવ અંગે નામદેવ બન્સી પાલવડે (રહે. મહારાષ્ટ્ર) ની ફરિયાદના આધારે નાનાપોંઢા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281, 125(A), 125(B), 106(1) તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર પણ વાંચો બાઇક ને ટ્રકની ટક્કરમાં 2ના મોત 5 એપ્રિલે સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોલ ગામના બે રહીશોના શોભાસણથી ટેચાવા હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો (સંપૂર્ણ સમચાર વાંચવા ક્લિક કરો) આ સમાચાર પણ વાંચો ભરૂચમાં બે ટ્રક અથડાતાં એકનું મોત ચાર દિવસ પહેલા ભરૂચ જિલ્લામાં વડોદરા-સુરત નેશનલ હાઈવે પર નબીપુર નજીક માંચ પાટિયા પાસે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. (સંપૂર્ણ સમચાર વાંચવા ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    Fake birth certificate crackdown: BMC contemplates real-time audit of birth records
    Next Article
    ડો.બાબાસાહેબની જન્મજયંતિએ સર્જાશે સમરસતાનો સંગમ:જૂનાગઢમાં ભીમ જન્મોત્સવ નિમિત્તે ઐતિહાસિક મહારેલી: એસસી, એસટી, ઓબીસી અને મુસ્લિમ સમાજ બંધારણના રક્ષણ માટે એક જ મંચ પર આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment