Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકજન શક્તિ પાર્ટી સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારો ઉતારશે:ગુજરાતમાં પંચમહાલ, ખેડા, કચ્છમાં લડશે પક્ષ

    10 hours ago

    લોકજન શક્તિ પાર્ટી (રામવિલાસ) એ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. 6 એપ્રિલ, સોમવારે અમદાવાદ ખાતે યોજાયેલી પ્રદેશ સંગઠન કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં પક્ષની ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. પાર્ટી દ્વારા જાહેર કરાયા મુજબ, નીચેની બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવશે: પંચમહાલ ગોધરા નગરપાલિકા: વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 9. પંચમહાલ જિલ્લા પંચાયત: ઓરવાડા સીટ. ખેડા જિલ્લા: બેટાવાડા પંચાયત સીટ. કચ્છ જિલ્લા પંચાયત: નલિયા અને મોથારા જિલ્લા પંચાયત સીટ. અમદાવાદમાં લેવાયેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્થાનિક સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાનો અને જનતાના પ્રશ્નોને વાચા આપવાનો છે. પક્ષ દ્વારા આગામી દિવસોમાં અન્ય બેઠકો માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    RRU-BCAS વચ્ચે MoU:ભારતમાં પ્રથમ સ્વદેશી ઉડ્ડયન સુરક્ષા પરીક્ષણ કેન્દ્ર સ્થપાશે
    Next Article
    ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ:યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય, પવનની ગતિ સામાન્ય થતા પુન: શરૂ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment