Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરાના ઉછીના પૈસાની ઉઘરાણીમાં પિતા પર હુમલો:નેસવડમાં બે શખ્સે મળીને આધેડને ધોકા-ઢીકાપાટુનો માર માર્યો, પોલીસે શોધખોળ શરૂ કરી

    13 hours ago

    ઘોઘા તાલુકાના નેસવડ ગામે દીકરાએ લીધેલા હાથઉછીના પૈસા પરત માંગવા બાબતે થયેલી માથાકૂટમાં પિતા વચ્ચે પડતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વરતેજ પોલીસે આ મામલે ગામના જ બે શખસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત નેસવડ ગામના વાડી વિસ્તારમાં રહીને ખેતીકામ કરતા રાજુભાઈ મેઘાભાઈ બારૈયા (ઉં.વ. 50)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગતરોજ તેમનો દીકરો યોગેશ ગામના શંકર ભગવાનના મંદિર પાસે ઉભો હતો, ત્યારે ગામના જ ભાવેશ બટુકભાઈ ડાભીએ હાથઉછીના આપેલા પૈસાની ઉઘરાણી બાબતે તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. દીકરા સાથે માથાકૂટ થતી જોઈ રાજુભાઈ ત્યાં વચ્ચે બચાવ કરવા પહોંચ્યા હતા. હીરાના કારખાનાના હિસાબના પૈસા મુદ્દે વાતચીત દરમિયાન ભાવેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. ધોકા અને ઢીકાપાટુનો માર ગાળો આપવાની ના પાડતા ભાવેશે લાકડાના ધોકા વડે રાજુભાઈના પગ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ નરેશ ઉર્ફે ટકો બટુકભાઈ ડાભી મોટરસાયકલ પર ત્યાં આવ્યો હતો અને રાજુભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી હુમલો કર્યા બાદ બંને શખસે ધમકી આપી હતી કે, જો ફરીથી પૈસા માંગશો તો જાનથી મારી નાખીશું. ઇજાગ્રસ્ત રાજુભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વરતેજ પોલીસે આ મામલે નેસવડ ગામના રહેવાસી ભાવેશ બટુકભાઈ ડાભી અને નરેશ ઉર્ફે ટકો બટુકભાઈ ડાભી વિરુદ્ધ BNS કલમ 115(2), 352, 351(3), 54 અને જીપી એક્ટ 135ની કલમો હેઠળ ગુનો નોંધી બંન્નેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ત્રણ-ત્રણ પૂર્વ પ્રમુખના ગઢમાં જનતા ગંદકી-ખાડાઓથી ત્રાહિમામ્:મહિલાઓનો ચૂંટણી બહિષ્કારનો હુંકાર- 'વોટ લીધા પછી કોઈ ડોકાતું નથી'; ગટરના ઉભરાતા પાણી-તૂટેલા રસ્તાઓ વચ્ચે જીવવા મજબૂર જનતા
    Next Article
    RRU-BCAS વચ્ચે MoU:ભારતમાં પ્રથમ સ્વદેશી ઉડ્ડયન સુરક્ષા પરીક્ષણ કેન્દ્ર સ્થપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment