Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહન ચેકિંગ સમયે પીધેલી હાલતમાં શખ્સ ઝડપાયો:મનપાની ચૂંટણીને પગલે શહેર પોલીસ એક્શનમાં, દારૂની હેરાફેરી રોકવા પોલીસ સજ્જ

    9 hours ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ 6 એપ્રિલે તંત્ર એક્શનમાં આવ્યું હતુ. શહેરના વિવિધ નાકાઓ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. ત્યારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે એક શખ્સ નશાની હાલતમાં ઝડપાયો હતો. ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા કાર, બાઈક સહિત અન્ય વાહનોને અટકાવી તેમાં તપાસ કરવામાં આવી હતી. ચૂંટણીને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત દારૂની હેરાફેરી રોકવા માટે પણ પોલીસ સજ્જ બની ગઈ છે. આ કામગીરીમાં ACP આર.ડી.કવા, PI જી.ડી. રાજપૂત સહિત પોલીસ સ્ટાફે જોડાયો હતો. 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ ACP આર.ડી કવાએ જણાવ્યું હતું કે, આગામી કોર્પોરેશન તેમજ પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના ભાગરૂપે બી-ડિવિઝન વિસ્તારમાં મુખ્યત્વે ત્રણ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોયલી ચેકપોસ્ટ પાસે, ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુનગર ચાર રસ્તા પાસે અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનમાં તપાસ કરવામાં આવી હતી. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કેટલાક કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ઈ-મેમો પણ આપવામાં આવ્યા છે. ચેકિંગ સમયે એક શખ્સ નશો કરેલી હાલતમાં પણ મળી આવ્યો હતો. જેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 10 નવા PIને ચાર્જ સોંપાયા:SP સંજય ખરાતે મોડીરાત્રે આદેશ જારી કર્યો
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Drops 500 Points As Iran Rejects US Ceasefire Proposal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment