Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીધેલી હાલતમાં એક શખ્સ મળી આવ્યો:વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીને પગલે વડોદરા શહેર પોલીસ એક્શનમાં, નાકાઓ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, દારૂની હેરાફેરી રોકવા પોલીસ સજ્જ

    8 hours ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે અને વડોદરા શહેરના વિવિધ નાકાઓ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એસીપી આર.ડી. કવા, પીઆઈ જી.ડી. રાજપૂત તથા પોલીસ સ્ટાફ હાજર રહી કાર્યવાહી કરી હતી. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા કાર, બાઈક સહિત અન્ય વાહનોને રોકી તેમની ચકાસણી કરવામાં આવી હતી. ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી રોકવા માટે પણ પોલીસ સજ્જ બની ગઈ છે. ACP આર ડી કવાએ જણાવ્યું હતું કે, આગામી કોર્પોરેશન તેમજ પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર તરફથી સખત સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેને લઈને બી-ડિવિઝન'વિસ્તારમાં આ કામગીરી મુખ્યત્વે ત્રણ સ્થળોએ કરવામાં આવી હતી. જેમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોયલી ચેકપોસ્ટ પાસે, ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુનગર ચાર રસ્તા પાસે અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન નીચે મુજબના કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ઈ-મેમો પણ આપવામાં આવ્યા છે. ચેકિંગ દરમિયાન એક ઇસમ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો, જેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સીલ ટીમ-6એ પહાડોમાંથી અમેરિકી પાઇલટને બચાવ્યો:ઈરાનમાં 300 કિમી અંદર ઘૂસીને ઓપરેશન પાર પાડ્યું, લાદેનને મારનાર યુનિટ આ જ હતી
    Next Article
    ‘Illegal’ structures linked to accused demolished after clash during procession

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment