Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને અમેરિકાનો સીઝફાયર પ્રસ્તાવ ફગાવ્યો:કહ્યું- સંપૂર્ણ યુદ્ધવિરામ વગર કોઈ સમજૂતી નહીં, ટ્રમ્પે સોમવાર સુધીની ડેડલાઇન આપી છે

    1 day ago

    ઈરાને અમેરિકા તરફથી આવેલા નવા સીઝફાયર પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઈરાની સરકારી એજન્સી IRNA ના જણાવ્યા અનુસાર, તેહરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ કામચલાઉ યુદ્ધવિરામ નહીં, પરંતુ યુદ્ધનો સંપૂર્ણ અને હંમેશા માટે અંત ઈચ્છે છે. ઈરાને પોતાનો આ જવાબ પાકિસ્તાન મારફતે અમેરિકા સુધી પહોંચાડ્યો છે, જે આ સમગ્ર મામલામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. ઈજિપ્તના કાહિરામાં ઈરાનના એક વરિષ્ઠ અધિકારી મોજતબા ફર્દૌસી પોરે જણાવ્યું હતું કે, ઈરાન ત્યારે જ યુદ્ધ ખતમ કરવા તૈયાર થશે જ્યારે તેને પાક્કો ભરોસો મળે કે તેના પર ફરી ક્યારેય હુમલો કરવામાં આવશે નહીં. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સોમવાર સુધીની ડેડલાઇન આપી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમય સુધીમાં આવું નહીં કરવામાં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ અને અન્ય મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. ઈઝરાયલે સોમવારે ઈરાનમાં અનેક મહત્વના સૈન્ય મથકો પર હુમલા કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેહરાન પાસે આવેલા ત્રણ એરપોર્ટ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓમાં અનેક એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. તેહરાનની આસપાસના એરપોર્ટ પર થયેલા હુમલાનો વીડિયો... ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ‘ભૂત બંગલા’ના ટ્રેલર લોન્ચમાં સર્જાયો ‘રિયલ હોરર’ સીન!:પ્રિયદર્શન અને પરેશ રાવલ સ્ટેજ પર પડતા-પડતા બચ્યા; અક્ષયે રમુજી અંદાજમાં સ્થિતિ સંભાળી
    Next Article
    સુરેન્દ્રનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસે મેનીફેસ્ટો જાહેર કર્યો:શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા પર ભાર, યુવાનો માટે લાઇબ્રેરી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment