Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર ઈઝરાયલનો હુમલો:ટ્રમ્પે અહીં એટેક કરવાની ના પાડી હતી; જોર્ડનમાં અમેરિકી લશ્કરી બેઝ પાસે વિસ્ફોટ

    1 day ago

    ઈઝરાયલે સોમવારે ઈરાનની સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર ફરીથી મિસાઈલ હુમલો કર્યો છે. આ વિશ્વની સૌથી મોટું ગેસ ફિલ્ડ છે, જે ઈરાન અને કતાર વચ્ચે ફેલાયેલું છે. આ અગાઉ ઈઝરાયલે 18 માર્ચે પણ આ ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો હતો. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને આ હુમલા અંગે કોઈ જાણકારી નહોતી. તે સમયે ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ પ્રકારના વધુ હુમલા થવા જોઈએ નહીં. બીજી તરફ, આજે જોર્ડનમાં અમેરિકી સૈન્ય મથક પાસે પણ ધડાકાના અવાજ સાંભળવા મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, આ હુમલો અમેરિકી મથકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર ઝિમ્બાબ્વે સ્થિત ઈરાની દૂતાવાસે કટાક્ષભર્યા અંદાજમાં જવાબ આપ્યો છે. દૂતાવાસે કહ્યું કે ‘હોર્મુઝ સ્ટ્રેટની ચાવી ખોવાઈ ગઈ છે.’ ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપ્યું છે કે તે આ દરિયાઈ માર્ગને તાત્કાલિક ખોલી દે, અન્યથા તેણે ગંભીર સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેના પાવર પ્લાન્ટ્સ અને પુલો પર હુમલો કરવામાં આવશે અને ઈરાનને નર્ક બનાવી દેવામાં આવશે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Delhi Vidhan Sabha Security Breach LIVE : दिल्ली विधानसभा में VIP गेट का बैरियर तोड़कर घुसी कार
    Next Article
    રાજકોટમાં આધ્યાત્મિક શક્તિનું ઘોડાપૂર:દેશ-વિદેશના લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં આત્મજ્ઞાની મહાપુરુષને અપાઈ ભાવભીની સ્મરણાંજલિ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment