Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ:અધિક કલેક્ટરે નોડલ અધિકારીઓને ચૂંટણીલક્ષી જરૂરૂ માર્ગદર્શન આપ્યું

    14 hours ago

    વલસાડ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી. ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે આ બેઠક મળી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી 26 એપ્રિલે યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવાનો હતો. ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મતદાર યાદી, EVM, ચૂંટણીલક્ષી તાલીમ, આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ચૂંટણી ખર્ચ પર દેખરેખ, મતદાન જાગૃતિ, મતદાન સામગ્રી, વાહન વ્યવસ્થા અને પોલીંગ સ્ટાફ તેમજ મેનપાવર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અધિક જિલ્લા કલેક્ટર ચુડાસમાએ સંબંધિત નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના નોડલ એ.કે. કલસરીયા, EVM નોડલ એન.એન. પટેલ, ચૂંટણીલક્ષી તાલીમના નોડલ પારૂલ પટેલ, કાયદો અને વ્યવસ્થાના નોડલ ભાર્ગવ પંડયા, ચૂંટણી ખર્ચ દેખરેખના નોડલ એ.સી. ધોરાજીયા, મતદાન જાગૃતિના નોડલ ડી.બી. વસાવા, મતદાન સામગ્રીના નોડલ વાય.ટી. પાવાગઢી અને કોમ્પ્યુટર રાઈઝેશનના નોડલ લતાબેન પટેલ સહિત વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Tamil actor Subashini Balasubramaniyam found dead at rented apartment in Chennai: report
    Next Article
    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ બે મહિને ઝડપાયો:આરોપી સગીરાને લઈને મધ્યપ્રદેશ નાસી જવાની ફિરાકમાં હતો, પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment