Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો:ફ્રી બસ સેવા અને ટેક્સમાં રાહત જેવા અનેક વચનો, માડમે કહ્યું- આ માત્ર વચનપત્ર નથી પરંતુ જનતા સાથેનું મજબૂત કમિટમેન્ટ છે

    20 hours ago

    આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર કોંગ્રેસ દ્વારા રવિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. "સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય" ના સૂત્ર સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શહેરીજનોને અનેક આકર્ષક વચનો આપવામાં આવ્યા છે. પાર્ટીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ માત્ર વચનપત્ર નથી પરંતુ જનતા સાથેનું મજબૂત કમિટમેન્ટ છે, જેનો અમલ સત્તામાં આવ્યાના પ્રથમ દિવસથી જ શરૂ કરવામાં આવશે. મેનિફેસ્ટોમાં શું શું કહેવાયું? પાણી અને સ્વચ્છતા: શહેરમાં દરરોજ 2 વખત સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત ગટર અને પીવાના પાણીની પાઇપલાઇન અલગ કરવાની વ્યવસ્થા તેમજ દરરોજ ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની કામગીરી સુનિશ્ચિત કરાશે. આંતરમાળખાકીય સુવિધા: વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ અને જામનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું વચન અપાયું છે. આવાસ અને રોજગાર: સ્લમ વિસ્તારોમાં "પહેલા પુનર્વસન, પછી ડિમોલિશન" નીતિ અમલી બનશે. આ ઉપરાંત કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવામાં આવશે. શિક્ષણ અને આરોગ્ય: મહાનગરપાલિકાની શાળાઓનું આધુનિકરણ કરી અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવશે. નવા હેલ્થ સેન્ટરો સાથે 24 કલાક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાશે. પરિવહન અને રાહત: મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ પ્રોપર્ટી ટેક્સના દરોમાં રાહત આપવાની જાહેરાત કરાઈ છે. ડિજિટલ સેવાઓ પર ભાર કોંગ્રેસે "JMC ઓનલાઇન" પ્લેટફોર્મ દ્વારા તમામ વહીવટી સેવાઓને ડિજિટલ અને પારદર્શક બનાવવાનો સંકલ્પ કર્યો છે. નાના ધંધાર્થીઓને કાયદેસરના લાયસન્સ આપી સુરક્ષા પૂરી પાડવાની ખાતરી પણ આપવામાં આવી છે. અગ્રણીઓની ઉપસ્થિતિ આ સંકલ્પ પત્રની જાહેરાત પ્રસંગે પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ વિપક્ષ નેતા ધવલ નંદા, મંત્રી ભરત વાળા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસે જનતા પાસે સમર્થન માંગ્યું છે.
    Click here to Read More
    Previous Article
    LJ યુનિ.માં ફેલિસિટેશન સેરેમની:સમારંભ દરમિયાન 365 વિદ્યાર્થીઓને 28 લાખની સ્કોલરશિપ એનાયત; અતિથિના પ્રેરણાદાયી પ્રવચન
    Next Article
    'ફેકુ' કહેતા કોહલીને જાડેજાએ જવાબ આપ્યો:હાર્દિકની EX જુના સાસરે કેમ ગઈ?; CSK-RCBની મેચમાં સટાસટી બોલી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment