Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરના ફતેપુરામાં એક મકાનમાં આગ:રહેણાંક મકાનમાં ભીષણ આગમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થયો, જીવનભરની મૂડી રાખમાં ફેરવાઈ

    2 days ago

    છોટા ઉદેપુર નગરના ફતેપુરા વિસ્તારમાં સોમવારે એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં મકાનમાં રાખેલી તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. મહેનત મજૂરી કરીને ભેગી કરેલી જીવનભરની મૂડી નષ્ટ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બંધ મકાનમાં આગ લાગી મળતી માહિતી મુજબ, ફતેપુરા વિસ્તારમાં રહેતા મંગીબેન ધનજીભાઈ તડવીના પરિવારના સભ્યો જ્યારે પડોશમાં ગયા હતા, તે દરમિયાન બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ફાયર વિભાગની કામગીરી ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પરિવારજનોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ ઘરમાં રહેલી અનાજની ગુણીઓ, કપડાં અને અન્ય ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. પરિવારમાં આક્રંદ આખી જિંદગીની મહેનતથી વસાવેલો સામાન નજર સામે જ નાશ પામતા પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનામાં પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વાપી મહાપાલિકા ચૂંટણી: પ્રથમ દિવસે 130 ફોર્મ ઉપડ્યા:રાજકીય માહોલ ગરમાયો, 13 વોર્ડમાં 52 બેઠકો પર ચૂંટણી જંગ
    Next Article
    ગુજરાત UCC 2026 બિલના વિરોધમાં પાટણમાં કલેક્ટરને આવેદનપત્ર:મુસ્લિમ હિત રક્ષક સમિતિએ બિલને ગેરબંધારણીય ગણાવી પરત ખેંચવા માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment