Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનના પ્રસ્તાવથી થઈ શકે યુદ્ધવિરામ:રિપોર્ટ- સીઝફાયર પર આજે સહમતિ બની શકે છે, હોર્મુઝ ખોલવાનો પ્રસ્તાવ પણ સામેલ

    1 day ago

    ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે આજે સહમતિ બની શકે છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને બંને દેશોને યુદ્ધવિરામનો પ્રસ્તાવ સોંપ્યો છે. પાકિસ્તાને આ ડીલને અસ્થાયી રૂપે 'ઈસ્લામાબાદ એકોર્ડ' નામ આપ્યું છે, જેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ થશે, જ્યારે બીજા તબક્કા હેઠળ 15થી 20 દિવસની અંદર અંતિમ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકી અને ઈરાની નેતાઓ સાથે આખી રાત વાતચીત કરી છે. આ પ્રસ્તાવ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની વાત પણ સામેલ છે, જેથી વૈશ્વિક તેલ પુરવઠો સામાન્ય થઈ શકે. આ પહેલા અમેરિકી મીડિયા એક્સિઓસે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે 45 દિવસનો યુદ્ધવિરામ લાગુ થઈ શકે છે, જે દરમિયાન કાયમી શાંતિ કરાર પર વાતચીત થશે. આ વાતચીતમાં પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કી મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. આગામી 48 કલાક આ ડીલ માટે છેલ્લી તક છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    દિવંગત ધર્મેન્દ્રને મળ્યો લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, બોબી થયો ભાવુક:દીકરાએ કહ્યું- પપ્પાએ બધાના દિલ જીત્યા, એટલે જ અમને આટલો પ્રેમ મળે છે
    Next Article
    જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ:જૂનાગઢમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીનો શંખનાદ, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જાહેર કર્યું સંપૂર્ણ ચૂંટણી જાહેરનામું અને વ્યવસ્થાતંત્રનું માળખું.

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment