Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌમાંસ કેસના બાતમીદાર પર હુમલો:દ્વારકાના રૂપેણબંદરમાં પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંક્યા

    21 hours ago

    દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં ગૌમાંસના કેસમાં પોલીસને માહિતી આપનાર 24 વર્ષીય યુવક પર પાંચ શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. રૂપેણબંદરના છપરાબજારમાં રહેતા જેનુલ ઇશાભાઈ લુચાણીએ અગાઉ ગૌમાંસના એક કેસમાં પોલીસને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ બાબતને લઈને આરોપીઓએ મનમાં અદાવત રાખી હતી. આ ઘટના 5 એપ્રિલ, 2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યે બની હતી. જેનુલ દતારી ચોક ખાતે પ્રાથમિક શાળા નજીક હાજર હતો, ત્યારે પાંચ શખ્સોનું ટોળું ત્યાં પહોંચ્યું હતું. હુમલાખોરોમાં હાજી સિદીક ભેસલીયા, જાવીદ જાકુબ ઇસબાણી, ઇબ્રાહીમ ઉર્ફે નાના ઉમર ભેસલીયા, સલીમ આલી ભેસલીયા અને ડાડા જુમા ભેસલીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલા દરમિયાન, જાવીદ ઇસબાણીએ સાહેદના માથામાં છરીનો ઘા ઝીંક્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ દરમિયાન આરોપીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના આદેશનો પણ ભંગ કર્યો હતો. ઘટના અંગે જેનુલ લુચાણીની ફરિયાદના આધારે દ્વારકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આ કેસની તપાસ પીએસઆઈ નરેન્દ્રસિંહ સુરુભા ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીને બેટથી ફટકારી બોચી પકડી બેસી ગયો, VIDEO:રાણીપમાં ફોઈનું ઉપરાણુ લેતા જ પરિણીતાને પતિએ ફટકારી; દીકરી છોડાવવા જતાં તેને પણ મારી
    Next Article
    ‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ થકી રાજકોટના પ્રશ્નોને વાચા આપી:કોંગ્રેસે જનતાના સૂચનોને આધારે તૈયાર કરેલો ‘જનતાનો મેનિફેસ્ટો’ રજૂ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment